મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયાની સૌથી ઝડપી લોકપ્રિય બની રહેલ સ્પર્ધા છે. વિશ્વના શ્રેષ્ઠ પાંચ ટાઇટલ - મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ, મિસ ઇન્ટરનેશનલ, મિસ સુપરનેશનલ અને મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ઓસ્ટ્રેલિયા છે.
ક્રિષ્ના શુક્લ ન્યુ સાઉથ વેલ્સ રાજ્ય તરફથી રાષ્ટ્રીય સ્તરે અન્ય ઓસ્ટ્રેલિયાની 30 સુંદરીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.

Source: Supplied
ક્રિષ્ના હાલમાં કેનબેરા ખાતે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સીટી ખાતે ફાઇનાન્સ, ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહ્યા છે.
ક્રિષ્ના જણાવે છે કે, "મેં મિસ ગ્રાન્ડમાં ભાગ લીધો છે કે કારણકે આ પેજન્ટ એક એવી સ્પર્ધા છે જેમાં ફક્ત દેખાવ પર આપણને જજ નથી કરવામાં આવતા. જે એની આઇડીયોલોજી છે, તે છે વિશ્વને યુદ્ધ મુક્ત કરવું અને વિશ્વશાંતિ માટે પ્રયાસ કરવા. આ બાબત મારા મનની નજીક છે. જો હું આ પેજન્ટ જીતી જાઉં તો હું આખી દુનિયા ફરી શકું અને વિશ્વશાંતિ માટે મારુ યોગદાન આપી શકું"
"મેં મિસ ગ્રાન્ડમાં ભાગ લીધો છે કે કારણકે આ પેજન્ટ એક એવી સ્પર્ધા છે જેમાં ફક્ત દેખાવ પર આપણને જજ નથી કરવામાં આવતા. જે એની આઇડીયોલોજી છે, તે છે વિશ્વને યુદ્ધ મુક્ત કરવું અને વિશ્વશાંતિ માટે પ્રયાસ કરવા. આ બાબત મારા મનની નજીક છે. જો હું આ પેજન્ટ જીતી જાઉં તો હું આખી દુનિયા ફરી શકું અને વિશ્વશાંતિ માટે મારુ યોગદાન આપી શકું"
ક્રિષ્ના જણાવે છે કે તેઓને ગર્વ છે કે તેઓ એકમાત્ર ગુજરાતી છે - ભારતીય છે જે મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ઓસ્ટ્રેલિયાના ફાઇનલ્સ સુધી પહોંચ્યા છે. મોડેલિંગ ક્ષેત્રે આગળ વધી -અને સમાજ માટે કશુંક અલગ કરવાની ઈચ્છા ધરાવનાર ક્રિષ્ના, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને ઓપેરા વિન્ફ્રેને પોતાના આદર્શ માને છે.
ક્રિષ્નાએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહિલા વિભાગ સાથે જોડાણ કરેલ છે, આ જોડાણના કાર્યક્રમ હેઠળ તેઓ વિકાસશીલ દેશો જેવા કે વિયેતનામ, કંબોડીયા, ભારત, શ્રીલંકામાં ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓના કલ્યાણ માટે ફન્ડ રેઇઝિંગ કરે છે.
મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલુ હિંસા અંગે ટિપ્પણી કરતા ક્રિષ્ના જણાવે છે કે, " ઓસ્ટ્રેલિયા કદાચ વિકસિત રાષ્ટ્ર છે આથી આપણે એવું લાગે કે અહીં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાનું પ્રમાણ ઓછું હશે પણ એવું નથી. આ વાત વિયેતનામ કે ભારત જેવા દેશોની સરખામણીએ સાચી હોઈ શકે, પણ જો આંકડા પર નજર નાખીએ તો અહીં દર આઠ મિનિટે એક મહિલા અબ્યુઝ થાય છે, અને ભારતમાં કદાચ દર ચાર મિનિટે એક મહિલા અબ્યુઝ થાય છે કે વિયેતનામમાં આ દર 2 મિનિટનો છે,પણ સારાંશ એ છે કે મહિલાઓ વિરુદ્ધ હિંસા અસ્તિત્વ ધરાવે છે જે ન હોવી જોઈએ."

Source: Supplied
ક્રિષ્ના ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સીટીના સૌથી મોટા બહુસાંસ્કૃતિક સાઉથ એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા છે. ક્રિષ્ના એક તાલીમ લીધેલ કથ્થક નૃત્યાંગના છે. યુનિવર્સીટીના કેમ્પસમાં તેઓ ભારતીય નૃત્યની તાલીમ આપે છે. આ ઉપરાંત તેઓ કેનબેરા ખાતે ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન એસોસિયેશનના સેક્રેટરી છે.

Source: Supplied
16મી જૂનના રોજ મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ઓસ્ટ્રેલિયા 2018નું પરિણામ જાહેર થશે.