રિયાલિટી શૉ "મોસ્ક નેક્સટ ડોર"માં ચમકી રહેલા ગુજરાતી ભાષી ઓસ્ટ્રેલિયન મુસલમાન અલી કાદરી

Ali Kadri with his mother Saiyeda Kadri Source: SBS
મસ્જિદના બંધ બારણાં પાછળ શું ચાલી રહ્યું છે, એવો વિચાર ઘણાને આવે છે કારણ કે મોટાભાગના ઓસ્ટ્રેલિયન લોકોએ કોઈ દિવસ મસ્જિદમાં પગ મૂક્યોજ નથી. આ પ્રશ્નને સંબોધવા SBS ટીવી પર આજ થી રજૂ થૈ રહી છે શ્રેણી "મોસ્ક નેક્સટ ડોર" . આ રિયાલિટી શૉ માં ચમકી રહેલા અલી કાદરી કહે છે તેમણે ભેદભાવનો અનુભવ કર્યો છે પરંતુ તેમના ધર્મને લીધે નહિ પણ ચામડીના રંગને કારણે. અલીભાઈ વાત કરી રહ્યા છે - ગુજરાતી ભાષી, ઓસ્ટ્રેલિયન અને મુસલમાન , તેમની ઓળખાણના ત્રણે પાસા વિષે. The three-part series premieres Wednesday 8 November, 8.40pm on SBS.
Share