ઓસ્ટ્રેલિયામાં આત્મહત્યાના બનાવોમાં ૭૬.૨% પુરુષો હોય છે. આ આંકડા જોઇને લાગે છે કે પુરુષોના માનસિક સ્વાસ્થ્ય માટે હજી ઘણું કરવાનું બાકી છે. ૨૦૦૩થી ઓસ્ટ્રેલિયાના જ બે પુરુષોએ મોવેમ્બર નામે પુરુષોના માનસિક સ્વાસ્થ્ય પર પ્રકાશ પાડવાનું શરૂ કર્યું, તેના ૧૬ વર્ષ પછી પુરુષોના માનસિક સ્વાસ્થ્યને લઈને પુરુષોનું પોતાનું વલણ અને સમાજનો દ્રષ્ટિકોણ કેટલા બદલાયા છે? આવો જાણીએ પ્રવિઝનલ સાઇકૉલાજિસ્ટ (મનોવિજ્ઞાની) યુક્તિ મહેતા પાસેથી.