વિશ્વભરમાં STEMના ટૂંકા નામે ઓળખાતા ક્ષેત્રોમાં એટલે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને મેથેમેટિક્સમાં નવી તકો પેદા થતી જાય છે, પણ બીજી બાજુ યુવતીઓ - મહિલાઓની આ ક્ષેત્રે બહુ ઓછી હાજરી છે. વિકસિત દેશોમાં અને શહેરી વિસ્તારોમાં પણ પુરુષો કરતા STEMમાં મહિલાઓની સંખ્યા ઓછી છે એટલે ગુજરાતની ગ્રામીણ અને આદિવાસી યુવતીઓ - મહિલાઓની રુચિ કેળવાય અને તેમને જરૂરી અવસર મળે તે માટે મોનીકા યાદવ "Girls Do Science" કાર્યક્મ ચલાવે છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.