વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે 9-11 જુલાઇ વચ્ચે યોજાશે India Global Week

Newland Global Group CEO Dipen Rughani with Prime Minister Narendra Modi

Newland Global Group CEO Dipen Rughani with Prime Minister Narendra Modi Source: Supplied

કોરોનાવાઇરસની મહામારી વચ્ચે 9થી 11 જુલાઇ 2020 દરમિયાન ઇન્ડિયા ગ્લોબલ વીકનું આયોજન થઇ રહ્યું છે. યુકે, અમેરિકા, જાપાન, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગો માટે ભારત સાથે નવી વેપારની તકોનું નિર્માણ કરવા વિશે Newland Global Group ના CEO દીપેન રુઘાનીએ SBS Gujarati સાથે વાત કરી હતી.


ઇન્ડિયા ગ્લોબલ વીક શરૂઆતમાં યુકે ઇન્ડિયા વીક તરીકે ઓળખાતું હતું, તેની શરૂઆત લંડનના મીડિયા ગ્રૂપ સાથે સંકળાયેલા એક ગુજરાતી દ્વારા થઇ હતી.

કોરોનાવાઇરસના કારણે વેપાર – ઉદ્યોગોએ તેમની કાર્ય કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવા પડ્યા અને તેના કારણે હવે વધુ દેશના ઉદ્યોગોને કોન્ફરન્સમાં ભાગ લેવાની તક મળતા ઇન્ડિયા ગ્લોબલ વીક નામ નક્કી થયું છે. 


હાઇલાઇટ્સ

  • 9થી 11 જુલાઇ 2020 સુધી યોજાનારા ઇન્ડિયા ગ્લોબલ વીકમાં યુએસએ, યુકે સિંગાપોર, જાપાન, અને ઓસ્ટ્રેલિયામાંથી વિવિધ વેપાર - ઉદ્યોગો ભાગ લેશે.
  • 3 દિવસના કાર્યક્રમમાં 75થી વધુ સત્રો યોજાશે, જેમાં 250થી વધુ વક્તાઓ અને 5000થી વધુ લોકો જોડાશે.
  • ભારતમાં વૈશ્વિકરણના કારણે વેપારની નવી તકો અંગે કોન્ફરન્સમાં ચર્ચા કરાશે.

Dipen Rughani
Source: Supplied
દીપેન રુઘાનીના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઇરસના કારણે તાજેતરમાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોના કારણે વૈશ્વિક વેપાર - ઉદ્યોગને અસર પડી છે. તેથી જ, કોવિડ-19ના પડકારોનો સામનો કરીને ચીન પરની આર્થિક નિર્ભરતા કેવી રીતે ઓછી કરી શકાય તે વિશે આ કોન્ફરન્સમાં ચર્ચા કરાશે.

આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, યુકે, જાપાન ભારતના પ્રાકૃતિક ભાગીદાર છે.

ઓસ્ટ્રેલિયા – ભારતની ભાગીદારી

તાજેતરમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન વચ્ચે મંત્રણા યોજાઇ હતી. તેમાં 9 જેટલા ક્ષેત્રોમાં ભાગીદારી માટે સહેમતિ વ્યક્ત કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયા માઇનિંગ અને વિવિધ તત્વોનો ખજાનો હોવાથી ભારતને સાઇબર સિક્ટોરીટી, ક્રિટીકલ ટેક્નોલોજીની મદદથી ઇલેક્ટ્રીક બેટરી જેવા સાધનો બનાવવામાં સહભાગી થઇ શકે છે.
બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો વિકસાવવા ઉપરાંત 10મી જુલાઇએ યોજાનારા સત્રમાં સ્પોર્ટ્સ ડિપ્લોસમીના કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વો હાજરી આપશે.

સ્પોર્ટ્સ ડિપ્લોમસી અંતર્ગત બંને દેશો એકબીજાની રમતો સ્વીકારે અને તેને પ્રોત્સાહન આપે તે વિશે ચર્ચા કરાશે.

ડિઝાઇન ઇન ઓસ્ટ્રેલિયા – મેડ ઇન ઇન્ડિયા

ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેના મજબૂત પાસા ભેગા કરીને વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકાય છે. ઓસ્ટ્રેલિયા ડિઝાઇન, રીસર્ચ અને ડેવલોપમેન્ટ કરી શકે છે જ્યારે ભારતમાં તે વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે. આ બંને દેશની ભાગીદારી દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુ વૈશ્વિક બજારમાં મૂકી શકાય છે.

Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે 9-11 જુલાઇ વચ્ચે યોજાશે India Global Week | SBS Gujarati