ભારતીય માઇગ્રન્ટ્સને ઓછું વળતર આપવા બદલ પેટ્રોલ પમ્પ ઓપરેટર્સને 210,000 ડોલરનો દંડ

Petrol pump operators penalised $210k for underpaying Indian nationals.

Source: AAP

ફેડરલ કોર્ટે ન્યૂ સાઉથ વેલ્સ સેન્ટ્રલ કોસ્ટ ખાતે પેટ્રોલ પમ્પ ધરાવતા ભારતીય યુગલને 2 માઇગ્રન્ટ કર્મચારીઓને ઓછું વળતર આપવાના આરોપસર 210,000 ડોલરનો દંડ ફટકાર્યો.


ન્યૂ સાઉથ વેલ્સના સેન્ટ્રલ કોસ્ટ ખાતે અગાઉ પેટ્રોલ પમ્પ ધરાવતા કમલદીપ સિંઘ અને તેમની પત્ની ઉમા સિંઘ ફેડરલ સર્કિટ કોર્ટ ખાતેની અપીલ હારી ગયા છે. અને તેમને અનુક્રમે 120,000 અને 90,000 ડોલર દંડ સ્વરૂપે ભરવાનો આદેશ અપાયો છે.

તેઓ અગાઉ ડોયલસનમાં પેસિફીક હાઇવે ખાતે મેટ્રો પેટ્રોલપમ્પની માલિકી ધરાવતા હતા.

ફેરવર્ક ઓમ્બુડ્સમાને તેમની સામે ગયા વર્ષે કેસ કર્યો હતો. ત્યાર બાદ ફેડરલ સર્કિટ કોર્ટે આ ચૂકાદો આપ્યો હતો.

કમલદીપ અને ઉમા પેટ્રોલપમ્પમાં અનુક્રમે ડાયરેક્ટર અને મેનેજર હતા. તેમણે ત્યાં કાર્ય કરતા બે કર્મચારીઓને મે 2015થી ઓગસ્ટ 2016 સુધી કુલ 52,722 ડોલરની ઓછી ચૂકવણી કરી હતી.

મહિલા કર્મચારીને તેની નોકરીના પ્રથમ 3 મહિના કોઇ પણ પ્રકારની ચૂકવણી કરવામાં આવી નહોતી તેમ ફેરવર્ક ઓમ્બુડ્સમાને એક નિવેદનમાં જણાવ્યું હતું.

પુરુષ કર્મચારીને 24,607 ડોલર જ્યારે મહિલા કર્મચારીને 28,114 ડોલરની ઓછી ચૂકવણી થઇ હતી.

કોર્ટે નોંધ્યું હતું કે પેટ્રોલપમ્પના ઓપરેટર્સે કર્મચારીઓને સામાન્ય કલાક માટે લઘુત્તમ વેતનના દરથી જ્યારે ઓવરટાઇમ, વીકેન્ડ, પબ્લિક હોલિડે માટે પેનલ્ટીના દરથી વેતન ચૂકવ્યું નહોતું.

ફેડરલ સર્કિટ કોર્ટમાં સુનવણીના 3 અઠવાડિયા અગાઉ વર્ષ 2019ના જુલાઇ મહિનામાં કંપનીએ સ્વૈચ્છિક રીતે વેપાર બંધ કર્યો હતો. યુગલે ત્યાર બાદ દંડના નિર્ણયને પડકાર્યો હતો.

જેને, ફેડરલ કોર્ટે હવે ફગાવી દીધો છે.

પેટ્રોલપમ્પમાં કાર્ય કરનારા કર્મચારીઓ બિન-અંગ્રેજી સમુદાયમાંથી આવતા ભારતીય નાગરિકો હતા.

ફેરવર્ક ઓમ્બુડ્યમાનના જણાવ્યા પ્રમાણે, પેટ્રોલપમ્પમાં કાર્ય કરતા 2 કર્મચારીઓ બ્રિઝીંગ વિસા હેઠળ હતા. અને તેમણે રીજનલ સ્પોન્સર્ડ માઇગ્રેશન સ્કીમ વિસા માટે કંપની દ્વારા અરજી કરી હતી. જોકે તેમની ઓગસ્ટ 2016માં નોકરી છૂટી ગઇ હતી.

કોર્ટે જણાવ્યું હતું કે પેટ્રોલપમ્પ ઓપરેટર્સે પોતાના ફાયદા માટે તે કર્મચારીઓના વિસાની અને આર્થિક સ્થિતીનો ફાયદો ઉઠાવ્યો હતો.

તમામ ઓછી ચૂકવણીમાં સુધારો કરી લેવામાં આવ્યો છે અને, કોર્ટે નોંધ્યું હતું કે ડોયલસન ખાતેનો મેટ્રો પેટ્રોલ પમ્પ હવે તે યુગલની માલિકી હેઠળ નથી.


ફેસબુકના પ્રતિબંધને પગલે તમે અન્ય માધ્યમો દ્વારા પણ SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો. 

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now