ક્વીન્સલેન્ડ રાજ્યમાં હવે ગર્ભપાતને અપરાધ તરીકે વર્ગીકૃત કરવામાં નહિ આવે.
સાંસદો દ્વારા સતત બે દિવસ સુધી આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઇ હતી અને આખરે ૧૦૦ વર્ષ જૂના કાયદાને બદલવામાં આવ્યો છે.
૨૨ અઠવાડિયાની અંદર સ્ત્રી પોતાની મરજી થી ગર્ભપાત કરાવી શકશે અને ૨૨ અઠવાડિયા પછી બે ડોકટરો દ્વારા મંજૂર કરવામાં આવે તો ગર્ભપાતની છૂટ મળશે .
નવા કાયદા સાથે ક્વીન્સલેન્ડ ગર્ભપાતને મુદ્દે ACT અને વિક્ટોરિયાની હરોળમાં આવી ગયું છે.
ન્યૂ સાઉથ વેલ્સ હવે એકમાત્ર રાજ્ય છે જ્યાં ગર્ભપાત હજી પણ ગુના છે, પરંતુ દરેક સંજોગોમાં નહિ.
આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત અને કાયદેસર ગર્ભપાતની સગવડ માટે અસંખ્ય સંમેલનો દ્વારા સમર્થન આપવામાં આવે છે, પરંતુ હજી પણ અઢાર દેશોમાં ગર્ભપાત ગેરકાયદેસર છે.
More stories on SBS Gujarati

માય હેલ્થ ઈ-રેકોર્ડમાં તમારી કઈ વિગતો છે અને કોણ તેને જોઈ શકે?