પોતાની ગાયકી માટે અનેક સન્માનો અને પ્રશંસા મેળવી રહેલ ભારતનાં જાણીતાં શાસ્ત્રીય ગાયિકા શ્રીમતિ પિયુ સરખેલ થોડા દિવસમાં સિડનીમાં એમનું ગાયન પ્રસ્તુત કરવાનાં છે. એમની કોન્સર્ટ પછી ગાયક બનવા ઈચ્છતાં લોકો માટે તેઓ બે દિવસનો વર્કશોપ પણ કરી રહ્યાં છે. SBS ગુજરાતી સાથેની આ ખાસ વાતચીતમાં તેઓએ વહેંચ્યાં પોતાનાં યાદગાર સ્મરણો.