કોરોનાવાઇરસના વધુ પ્રતિબંધો અમલમાં મૂકતા વિક્ટોરીયન સરકારે બુધવારે મધ્યરાત્રિથી મેલ્બર્નના રીટેલ સ્ટોર્સને તેમનો વેપાર બંધ રાખવાનો આદેશ ફરમાવ્યો છે.
- જે વેપાર – ઉદ્યોગોને તેમનો વેપાર યથાવત રાખવાની છૂટ અપાઇ છે તેમાં સુપરમાર્કેટ્સ, ગ્રોસરી સ્ટોર્સ, ફાર્મસી, બેન્ક, પોસ્ટ ઓફિસ, લીકર શોપ, બેકરનો સમાવેશ થાય છે.
- મેલ્બર્નમાં આગામી છ અઠવાડિયા સુધી બનિંગ્સ, એડમિન સર્વિસ, અને વસ્તુનું ઉત્પાદન કરતા કેટલાક ઉદ્યોગો કાર્યરત રહી શકશે નહીં.
- બીજી તરફ, મેલ્બર્નમાં કાર્યરત મીટ ઉત્પાદકો આંશિક રીતે તેમનો વેપાર યથાવત રાખી શકશે. જોકે, કર્મચારીઓએ ગ્લોવ્સ, ગાઉન, માસ્ક ધારણ કરવું પડશે. ઉત્પાદનની માત્રા પણ ત્રીજા ભાગની કરવામાં આવશે.
- રીજનલ વિક્ટોરીયાના રેસ્ટોરન્ટ્સ, બ્યૂટી સલૂન જેવા વેપાર – ઉદ્યોગોને બંધ રાખવાનો આદેશ કરાતા તેમને 5000 ડોલરનું સહાયતા પેકેજ આપવામાં આવશે.