હાઇલાઇટ્સ
ડિમેન્શિયા માત્ર એક બિમારી નથી, તેના ઘણા પ્રકાર છે.
માત્ર યાદશક્તિ ઓછી થવી જ નહીં તેના અન્ય અનેક લક્ષણો છે.
ડિમેન્શિયા વૃદ્ધાવસ્થામાં વધુ જોવા મળે છે, તે વારસાગત પણ હોઇ શકે છે
ડિમેન્શિયાના પ્રકાર
મગજના કયા ભાગને અસર થઇ છે તે પ્રમાણે ડિમેન્શિયાનો પ્રકાર નક્કી કરાય છે. અને તેની દરેકની સારવાર પણ અલગ અલગ હોય છે.
ડિમેન્શિયાના લક્ષણો
ડિમેન્શિયામાં ફક્ત યાદશક્તિ ઓછી થાય તેમ નથી, અમુક ઉંમર પછી જોવા મળતો માનસિક તણાવ, શાંત વ્યક્તિ ગુસ્સો કરે, મગજ સમતુલન ગુમાવે તે પણ ડિમેન્શિયાનું લક્ષણ હોઈ શકે છે.
ડિમેન્શિયા કોને થઇ શકે
કોઇ ચોક્કસ ઉંમર સાથે સંબંધ નથી, જોકે, મોટેભાગે વૃદ્ધાવસ્થામાં આ બિમારી વધુ જોવા મળે છે. પણ યુવાનોમાં પણ હવે ડિમેન્શિયા થયા હોય તેવા કિસ્સા પણ જોવા મળ્યા છે. ડિમેન્શિયા વારસાગત હોઇ શકે છે.
પરિવારજનોનો સહયોગ
કોઇ વ્યક્તિને ડિમેન્શિયાની બિમારી હોય તો તેના વર્તનમાં ફેરફાર સૌ પ્રથમ પરિવારજનો અનુભવી શકે છે. અને જો આ સ્થિતી હોય તો વ્યક્તિને પૂરતો સહયોગ આપવાની જરૂર છે.
ચર્ચા નહીં કરીને તેમણે વ્યક્ત કરેલા મુદ્દાને સ્વીકારવો જોઇએ તથા તજજ્ઞ કે ડોક્ટરની મદદ લેવી જોઇએ.
ડિમેન્શિયાથી બચો
આલ્કોહોલનું સેવન તથા જંક ફૂડ ડિમેન્શિયાનું જોખમ વધારે છે, તેથી આરોગ્યની સારસંભાળ યોગ્ય રીતે રાખવી, કસરત કરવી, મગજને પ્રવૃત્તિમય રાખતા કાર્ય કરવા જોઇએ.
ઓસ્ટ્રેલિયામાં સર્વિસ
ડિમેન્શિયા ઓસ્ટ્રેલિયા નેશનલ પરથી ડિમેન્શિયા વિશે તમામ માહિતી મળી શકે છે. આ ઉપરાંત, રાજ્ય અને ટેરીટરીની પોતાની પણ સેવા ઉપલબ્ધ છે.