પ્રતિવર્ષ 14 નવેમ્બરના દિવસે વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ઉજવણીનું સૂત્ર છે ડાયાબિટીસથી પરિવારને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય. ડાયાબિટીસ તે બિનચેપી પરંતુ અનિયમિત જીવનશૈલીને કારણે થતો રોગ છે. ડાયાબીટીસ ટાઇપ વન અને ટૂ હૃદય અને કિડની સંબંધી રોગોને નોતરે છે. ડો. અજય પ્રજાપતિએ આ વિષય પર કેટલીક મહત્વની વિગતો અને જરૂરી ટિપ્સ SBS Gujarati સાથે શેર કરી.