આ અહેવાલમાં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય સંજોગો પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. જો તમે તમારા વિસાની સ્થિતીને લઇને કોઇ મૂંઝવણ હોય તો તાત્કાલિક ધોરણે કાયદાકિય સલાહ લેવી હિતાવહ છે. મફતમાં કાયદાકિય સલાહ લેવા માટે તમારા રાજ્ય અથવા ટેરીટરીના કાયદાકિય સલાહ વિભાગનો સંપર્ક કરો.
મફતમાં કાયદાકિય સલાહ લેવા માટે સંપર્ક કરો -
ન્યૂ સાઉથ વેલ્સ - સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી 1300 888 529 નો સંપર્ક કરો
વિક્ટોરીયા - સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી 1300 792 387 પર માહિતી મેળવી શકાય છે.
ક્વિન્સલેન્ડ - સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી 1300 651 188 નો સંપર્ક કરી શકાય છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા - સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી 1300 650 579 પર સંપર્ક કરો.
સાઉથ ઓસ્ટ્રેલિયા - લીગલ સર્વિસ કમિશન ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાને સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજે 4.30 વાગ્યા સુધી 1300 366 424 પર સંપર્ક કરો
તાસ્માનિયા - સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી 1300 366 611 પર સંપર્ક કરી શકાય છે.
નોધર્ન ટેરીટરી - રાજ્યમાં કાનૂની સહાયતા મેળવવા 1800 019343 પર સોમવારથી શુક્રવાર સવારે 8થી સાંજે 4.30 વાગ્યા સુધી સંપર્ક કરો
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી - સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી 1300 654 314 પરથી માહિતી મેળવી શકાય છે.
રેફ્યુજી એન્ડ ઇમિગ્રેશન લીગલ સર્વિસ ક્વિસન્લેન્ડમાં કાર્યરત છે. તમે 07 - 38469300 પર સંપર્ક કરી શકો છો.
તમે રેફ્યુજી લીગલનો 03 – 94130100 બુધવારે અને શુક્રવારે સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી સંપર્ક કરી મફતમાં સલાહ લઇ શકો છો.
ભાષાંતરની મદદ મેળવવા માટે 131450 પર સંપર્ક કરી શકાય છે.
ટેમ્પરરી વિસાધારકો માટે રેડ ક્રોસ ઇમરજન્સી રીલીફની સુવિધા ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે રેડ ક્રોસની વેબસાઇટની મુલાકાત લઇ શકાય છે.
ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માંગતા લોકો અને પરિવારજનોને શું ખરેખર આ દેશમાં રહેવાની પરવાનગી મળશે કે તેમને વતન પરત મોકલવામાં આવશે તે અંગે સૌ પ્રથમ વખત એક ડોક્યુમેન્ટ્રી શ્રેણીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 4 x 1 કલાકની ટીવી શ્રેણીમાં પર્મેનન્ટ રેસીડેન્સીની અરજી કરનારા 13 લોકો અને તેમના પરિવારજનોની કહાની દ્વારા ઓસ્ટ્રેલિયાની જટિલ, આકરી અને સતત બદલાતી ઇમિગ્રેશનની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે.
Who Gets to Stay in Australia?
1લી જુલાઇ 2020 બુધવારથી SBS અને On Demand પર શરૂ થઇ રહી છે.