ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની G20 બેઠકમાં ગેરહાજરી વિશે વિશેષજ્ઞોના મંતવ્યો...
- ગ્લોબલ ચાઇના હબ ખાતે એટલેન્ટીક કાઉન્સિંગ તરફથી વેન-ટી સંગે જણાવ્યું હતું કે, શી જિનપિંગનો સમય સત્તાના કેન્દ્રીકરણ પર વધારે ભાર આપે છે અને આગામી દિવસોમાં તેમની સરકારે ઘણા મહત્વના નિર્ણયો લેવાના છે. તેનો સમય રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા વ્યક્તિગત રીતે નક્કી કરવામાં આવે છે.
- BRICS સમિટ અગાઉ જિનપિંગ વર્ષમાં એક જ વખત વિદેશ પ્રવાસે ગયા હતા. અને, આગામી દિવસોમાં તેઓ ઘણા ઓછા વિદેશ પ્રવાસ કરે તેવી શક્યતા છે.
- યુનિવર્સિટી ઓફ સિડની ખાતે યુનાઇટેડ સ્ટેટ્સ સ્ટડીસ સેન્ટરના ચીફ એક્સીક્યુટીવ ઓફિસર માઇકલ ગ્રીનના મતે વિદેશ મુલાકાતોથી શી જિનપિંગની ટીકા થઇ શકે છે.
- ભારત અને ચીન બંને BRICS જૂથના સભ્યો છે પરંતુ, તેમની રાજકીય દુશ્મનાવટ વધી રહી છે.
- આ ઉપરાંત, વિવિધ દેશો દ્વારા ચીનના આર્થિક પ્રદર્શન અને રોકાણકારો પ્રત્યેના વલણની ટીકાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેમણે મુલાકાત લેવાનું ટાળ્યું હોઇ શકે છે.
- માઇકલ ગ્રીનના મતે, G20ના સભ્યોએ બેઠકને સામાન્ય રીતે જ યોજવી જોઇએ , જિનપિંગના સ્થાને વડાપ્રધાન કિયાંગ ચીનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે મતલબ કે, જિનપિંગની ગેરહાજરીથી G20ની સફળતાને કોઈ જોખમ નથી કે ચીન G20 કે G7 દેશોને ધમકી આપી રહ્યા હોવાનું માનવાની જરુરુ નથી.

Chinese President Xi Jinping. Source: AAP
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.