લોકગાયક ઉમેશ બારોટ સાથે સંગીતમય ગોષ્ઠિ

ઓસ્ટ્રેલિયામાં નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે અને ગરબા રસિકોને રાસ - ગરબે ઘુમાવવા ફરી ઉમેશ બારોટ અને તેમની ટીમ સિડની આવી પહોંચી છે. લોકગાયક તરીકેની સફરના પડકાર અને સફળતા વિષે ઉમેશ બારોટે હરિતા મહેતા સાથે વાતચીત કરી. આ સાથે તેઓએ જણાવ્યું કે આ વર્ષે તેઓ ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોના ખેલૈયાઓને રમાડશે, તો શું છે આ વખતની વિશેષતા.

Umeshbarot

Source: Umesh Barot

ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓ માટે ઉમેશ બારોટનું નામ કદાચ નવું હોય. શાસ્ત્રીય અને લોક સંગીતમાં રુચિ ધરાવતા આ યુવા ગાયકે ગુજરાતની પ્રસિદ્ધ સ્પર્ધા લોકગાયક ગુજરાત જીતી હતી. એક ગાયક તરીકેની કારકિર્દીનો સફર શરૂઆતમાં પડકારજનક  રહ્યો હતો. ઉમેશભાઈને નાનપણથી જ સંગીત - ગાયન ક્ષેત્રે દિલચસ્પી હતી. તેઓએ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. ગાયક તરીકે બહુમુખી પ્રતિભા ધરાવતા ઉમેશભાઈએ ગુજરાતી ફિલ્મોના ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત ગઝલ, કવ્વાલી , લોકગીતો,ભજન, ડાયરો અને ગરબા - આ બધા પ્રકારના સંગીતમાં તેમની પ્રવીણતા છે.

   


Share

1 min read

Published

Updated

By Harita Mehta



Share this with family and friends