เช“เชธเซเชŸเซเชฐเซ‡เชฒเชฟเชฏเชพเชจเซ€ เช†เช‚เชคเชฐเชฐเชพเชทเซเชŸเซเชฐเซ€เชฏ เชธเชฐเชนเชฆเซ‹ เชตเชฐเซเชท 2022 เชธเซเชงเซ€ เชฌเช‚เชง เชฐเชนเซ‡เชถเซ‡: เชซเซเชฐเชพเชฏเชกเชจเชฌเชฐเซเช—

International travel resumes from November 2021

Photo used for representation purposes only. Source: AAP Image/Lukas Coch

SBS News เชจเซ‡ เช†เชชเซ‡เชฒเชพ เช‡เชจเซเชŸเชฐเชตเซเชฏเซเชฎเชพเช‚ เช•เซ‡เชจเซเชฆเซเชฐเซ€เชฏ เชŸเซเชฐเซ‡เชเชฐเชฐ เชœเซ‹เชถ เชซเซเชฐเชพเชฏเชกเชจเชฌเชฐเซเช—เซ‡ เชœเชฃเชพเชตเซเชฏเซเช‚ เช•เซ‡, เช“เชธเซเชŸเซเชฐเซ‡เชฒเชฟเชฏเชพเชจเซ€ เช†เช‚เชคเชฐเชฐเชพเชทเซเชŸเซเชฐเซ€เชฏ เชธเชฐเชนเชฆเซ‹ เชถเชฐเซ‚ เช•เชฐเชตเชพเชจเซ‹ เชจเชฟเชฐเซเชฃเชฏ เช†เชฐเซ‹เช—เซเชฏ เชธเชฒเชพเชนเชจเซ‡ เชงเซเชฏเชพเชจเชฎเชพเช‚ เชฐเชพเช–เซ€เชจเซ‡ เชฒเซ‡เชตเชพเชถเซ‡.


ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો આગામી વર્ષ સુધી બંધ રહે તેવી શક્યતા છે. અને, આરોગ્ય નિષ્ણાતોની સલાહ બાદ જ સુરક્ષિત રીતે તેને ફરીથી ખુલ્લી મૂકવામાં આવશે, તેમ કેન્દ્રીય ટ્રેઝરર જોશ ફ્રાયડનબર્ગે જણાવ્યું હતું.

SBS News ને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2022માં માઇગ્રેશન શરૂ થાય તેવી આશા છે.

મંગળવારે જારી થનારા બજેટમાં આંતરરાષ્ટ્રીય સરહદો ક્યાં સુધી બંધ રહેશે તે અંગે કોઇ ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવે તેવી શક્યતા છે.

આંતરરાષ્ટ્રીય સરહદો શરૂ કરવા માટે અન્ય ઘણા પરિબળો જવાબદાર હોવાનું ફ્રાયડનબર્ગે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય આરોગ્ય નિષ્ણાતોની સલાહને ધ્યાનમાં રાખીને લેવાશે. અત્યાર સુધીમાં આરોગ્ય સલાહના કારણે ઓસ્ટ્રેલિયાએ વાઇરસ સામે વિજય મેળવ્યો છે, અને ઓસ્ટ્રેલિયન્સને તેનાથી સુરક્ષિત રાખ્યા છે.

દેશ હાલમાં કોરોનાવાઇરસની મહામારી બાદ ફરીથી બેઠો થઇ રહ્યો છે એટલે જ આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવા અંગેનો નિર્ણય આરોગ્ય સલાહને ધ્યાનમાં રાખીને લેવામાં આવે તે જરૂરી છે.

બીજી તરફ, વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ જણાવ્યું છે કે સુરક્ષિત લાગશે ત્યારે જ દેશની સરહદો ફરીથી ખોલવામાં આવશે.

રવિવારે ન્યૂઝ કોર્પમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે ઓસ્ટ્રેલિયા લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય સરહદો બંધ રાખી શકે છે.

જોકે, આ રીપોર્ટનો ખુલાસો આપતા વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાવાઇરસના શૂન્ય કેસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો નથી. વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સ પરત ફરશે ત્યારે કોરોનાવાઇરસના કેસનું નિદાન થશે. તેથી જ સુરક્ષિત હશે ત્યારે જ ઓસ્ટ્રેલિયાની સરહદો ખુલ્લી મૂકવામાં આવશે.

જોકે આ સમય અનિશ્ચિત હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.

เชตเชฟเชตเชฟเชง เชฎเชพเชงเซเชฏเชฎเซ‹ เชฆเซเชตเชพเชฐเชพ SBS Gujarati เชธเชพเชฅเซ‡ เชœเซ‹เชกเชพเชฏเซ‡เชฒเชพ เชฐเชนเซ€ เชถเช•เซ‹ เช›เซ‹.


Share

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now

เช“เชธเซเชŸเซเชฐเซ‡เชฒเชฟเชฏเชพเชจเซ€ เช†เช‚เชคเชฐเชฐเชพเชทเซเชŸเซเชฐเซ€เชฏ เชธเชฐเชนเชฆเซ‹ เชตเชฐเซเชท 2022 เชธเซเชงเซ€ เชฌเช‚เชง เชฐเชนเซ‡เชถเซ‡: เชซเซเชฐเชพเชฏเชกเชจเชฌเชฐเซเช— | SBS Gujarati