ફીફા વર્લ્ડ કપના ગ્રૂપ સીમાં ફ્રાન્સ નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બનવા ફેવરીટ છે જ્યારે ઓસ્ટ્રેલિયા પાસે 2006 બાદ પ્રથમ વખત રાઉન્ડ ઓફ 16માં પ્રવેશવાની તક રહેલી છે. ડેનમાર્ક તથા પેરુ પણ અપસેટ સર્જી શકે છે ત્યારે SBS Gujarati નું ગ્રૂપ સીમાં રહેલી ટીમોનું વિશ્લેષણ.
ગ્રૂપ: સી
દેશ: ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, પેરુ
ગ્રૂપ સીની મેચનો કાર્યક્રમ
16મી જૂન ફ્રાન્સ વિ. ઓસ્ટ્રેલિયા
17મી જૂન પેરુ વિ. ડેનમાર્ક
21મી જૂન ડેનમાર્ક વિ. ઓસ્ટ્રેલિયા
22મી જૂન ફ્રાન્સ વિ. પેરુ
27મી જૂન ઓસ્ટ્રેલિયા વિ. પેરુ
27મી જૂન ડેનમાર્ક વિ. ફ્રાન્સ
ઓસ્ટ્રેલિયાના ફીફા વર્લ્ડ કપ 2018માં ક્વોલિફાય થયાના થોડા સમય બાદ જ તેના કોચ એન્ગ પોસ્ટેકોગ્લુએ રાજીનામું આપતા ટીમ સંકટમાં મુકાઇ હતી પરંતુ હવે નવા કોચ બેર્ટ વાન માવિજ્ક પાસે ઓસ્ટ્રેલિયાને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ અપાવવાની તક રહેલી છે. ઓસ્ટ્રેલિયા પોતાનો પ્રથમ મુકાબલો ફ્રાન્સ સામે રમશે.
ફ્રાન્સ સામેની અતિમહત્વપૂર્ણ મેચ અગાઉ ઓસ્ટ્રેલિયાના કોચ માવિજ્કે જણાવ્યું હતું કે,
"હું અત્યારે પ્રથમ મેચ અંગે વિચારી રહ્યો છું અને મેં ખેલાડીઓને પણ જણાવ્યું છે કે તેઓ પ્રથમ મેચ માટે ધ્યાન કેન્દ્રીત કરે."

Australian Socceroos coach Bert van Marwijk during a team training session as part of their 2018 FIFA World Cup training camp Source: AAP/FOOTBALL FEDERATION AUSTRALIA
ફ્રાન્સ માટે સ્ટાર ખેલાડીઓનું ફોર્મ, ઇજા ચિંતાનો વિષય
ફ્રાન્સના સ્ટાર ખેલાડી સેમ્યુઅલ ઉમ્ટીટી અને રાફેલ વરાને આ સિઝનમાં ઉમદા પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. વળી, તેમની રક્ષાપંક્તિનો મુખ્ય ખેલાડી લૌરેન્ટ કોસ્કીન્લી ઇજાના કારણે બહાર થઇ ગયો છે.
ફ્રાન્સે નબળા ડિફેન્સ સાથે વર્લ્ડ કપમાં ઊતરવું પડશે
કોચ ડેસચેમ્પ્સ 20 વર્ષ બાદ ફ્રાન્સને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાના દબાણ હેઠળ રહેશે. ફ્રાન્સની ટીમ યુવા ખેલાડીઓથી ભરપૂર છે. જો ફ્રાન્સની ટીમ ટૂર્નામેન્ટમાં આગળ વધશે તો મહત્વપૂર્ણ મેચમાં તેમને સિનિયર ખેલાડીઓની ખોટ અનુભવાશે.
ડેનમાર્ક યુરોપીયન ફૂટબોલમાં એક મજબૂત ટીમ તરીકે બહાર આવી
ડેનમાર્કે 2016 બાદ 11 મેચ રમી છે અને એક પણ મેચ ગુમાવી નથી. પોલેન્ડને તાજેતરમાં ડેનમાર્કે 4-0થી પરાજય આપ્યો હતો.
ટોટ્ટેન્હામ હોટ્સપરના ખેલાડી ક્રિસ્ટિયન એરિક્સન ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકવાની ક્ષમતા ધરાવતો હોવાથી ગ્રૂપ સ્ટેજમાં ડેનમાર્ક તેના પર આધારિત રહેશે.
વર્લ્ડ કપમાં ક્વોલિફાય થનારી પેરુ ચોથી ટીમ
પેરુ માટે વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની પ્રક્રિયા ઊતારચડાવ ભરેલી રહી છે. તેમની ટીમના કેપ્ટન પાઓલો ગુર્રેરોને કોકેઇનના સેવન બદલ છ મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જેનાથી ટીમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી. કોચ રિકાર્ડો ગારેસાના જણાવ્યા પ્રમાણે,
"અમને પાઓલોની નિર્દોષતા અંગે ખબર છે. તે એક પ્રોફેશનલ ખેલાડી છે અને દેશમાં તમામ લોકો માટે હીરો છે. તે દેશ માટે રમવા માટે આતુર છે.
ગ્રૂપ સીમાં રહેલી ત્રણેય ટીમનોના કેપ્ટનના સમર્થન બાદ સ્વીસ ફેડરલ ટ્રીબ્યુનલે તેના પરથી થોડા સમય માટે પ્રતિબંધ ઉઠાવી લીધો છે અને તે હવે વર્લ્ડ કપમાં રમી શકશે.
MORE WORLD CUP STORIES ON SBS GUJARATI

Analysis of Group - A teams of FIFA World Cup 2018