મેલ્બર્ન સ્થિત સોજન્યા ગુલાપલ્લીને ભારતમાં ફસાયેલી બાળકીને ઓસ્ટ્રેલિયા પરત લાવવા માટે વાલી સાથે મુસાફરીની મંજૂરી મળી ગઇ છે.
જોકે, તેમના છેલ્લા કેટલાક મહિના ખૂબ જ કઠિન રહ્યા હતા. તેમણે ભારતમાં ફસાયેલી પોતાની દિકરીને ઓસ્ટ્રેલિયા પરત લાવવા માટે ઓસ્ટ્રેલિયાથી મુસાફરીની મંજૂરી માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે નકારવામાં આવ્યા હતા.
સોજન્યા 18 મહિનાથી તેમની બાળકીથી દૂર છે અને ઓસ્ટ્રેલિયાના નાગરિકો પર 27મી એપ્રિલથી 15મી મે સુધી ભારત પ્રવાસ કરવા પર પ્રતિબંધ આવવાના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો.
કોવિડ-19ની મહામારીનો સામનો કરી રહેલા હોય તેવા દેશોમાં ફસાયેલા બાળકો જો તેમના માતા-પિતા સાથે ઓસ્ટ્રેલિયા પરત ન આવી શકે તો તેઓ અન્ય વાલી સાથે આવી શકે છે.
જે અંતર્ગત, સોજન્યાએ તેમની દિકરી હેશવિથાને પરત લાવવા માટે અરજી કરી હતી પરંતુ તે નકારી કાઢવામાં આવી હતી.

Five-year-old Heshvitha Mupparaju had been ready with bags packed to return before flights were cancelled. Source: Supplied
ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી મોટાભાગની ફ્લાઇટ્સ ક્વોન્ટાસની ફ્લાઇટ્સ હોય છે. કંપનીના નિયમ પ્રમાણે 18 કે તેથી ઓછી વયના બાળકો તેમના માતા-પિતા, વાલી કે કોઇ પારિવારીક મિત્ર સાથે મુસાફરી કરી શકે છે.
6 જૂનથી ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે ભારતમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન બાળકોને દેશમાં પરત લાવવાના કારણોસર મુસાફરીની મંજૂરી આપવાનું શરૂ કર્યું છે.
અગાઉ 2 અરજી નકારવામાં આવી
સોજન્યાએ જણાવ્યું હતું કે, તેમની બાળકીને ઓસ્ટ્રેલિયા પરત લાવવા માટે બે અરજી કરવામાં આવી હતી પરંતુ તે બંને નકારી કાઢવામાં આવી છે.
પ્રથમ અરજીમાં બાળકીને ઓસ્ટ્રેલિયા લાવનાર વાલી ઓસ્ટ્રેલિયન નાગરિક નહીં પરંતુ પર્મેનન્ટ રેસીડન્ટ હતો.
બીજી વખત કરવામાં આવેલી અરજી પણ રદ કરવામાં આવી હતી કારણે તે વ્યક્તિ પરિવારની મિત્ર હતી પરિવારનું કોઇ સ્વજન નહીં.
વકીલ નેહા સંધુએ જણાવ્યું હતું કે કોને મુસાફરીની મંજૂરી મેળી શકે છે. તે અંગે કોઇ ચોક્કસ ખ્યાલ આવતો નથી.
છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં ફસાઇ ગયેલા બાળકોને પરત લાવવા માટે તેમના ઓસ્ટ્રેલિયન માતા-પિતાની ઘણી ઓછી અરજી મંજૂર કરવામાં આવી છે.
અગાઉ 2 અરજી રદ થયા બાદ સોજન્યા ગુલ્લાપલ્લીની અંતિમ અરજી મંજૂર કરવામાં આવી હતી તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.
ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સે એન્ડ ટ્રેડે આ અંગે જણાવ્યું હતું કે વિવિધ દેશોમાં ફસાયેલા લોકોને ઓસ્ટ્રેલિયા પરત લાવવા માટે કાર્ય થઇ રહ્યું છે. અને, વ્યક્તિગત ધોરણે દરેક અરજીને ધ્યાનમાં લેવામાં આવી રહી છે.