નવી વિસા સમજૂતી દ્વારા ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્સી સરળ બનશે

નવી વિસા સમજૂતી દ્વારા ઉદ્યોગો કુશળ કારીગરોને સ્પોન્સર કરી શકશે, માઇગ્રન્ટ્સ પાસે પર્મેનન્ટ રેસીડેન્સીની પણ તક રહેશે.

Administrative Appeals Tribunal

Source: SBS

માઇગ્રન્ટ્સને ઓસ્ટ્રેલિયાના મોટા શહેરો - સિડની અને મેલ્બોર્નથી દૂર મોકલવા માટે ઓસ્ટ્રેલિયન સરકાર નવું આયોજન કરી રહી છે. જે અંતર્ગત નવા માઇગ્રન્ટ્સને દેશના આંતરિક વિસ્તારોમાં સ્થાયી થવું પડશે.

મિનિસ્ટર ઓફ ઇમિગ્રેશન, સિટીઝનશિપ એન્ડ મલ્ટીકલ્ચરલ અફેર્સ, ડેવિડ કોલમેને સોમવારે બે નવા વિસા એગ્રીમેન્ટ્સ જાહેર કર્યા હતા. તે વિસા, માઇગ્રન્ટ્સ વર્કર્સ કે જેઓ ઓસ્ટ્રેલિયાના આંતરિક વિસ્તારોમાં સ્થાયી થવા માંગતા હશે તેમને પર્મેનન્ટ રેસીડેન્સી પણ પૂરી પાડી શકે છે.

ડેસીગ્નેશન એરિયા માઇગ્રેશન એગ્રીમેન્ટ્સ (DAMA)સ્કીમ ઓસ્ટ્રેલિયાના બે આંતરિક વિસ્તારો વર્નમ્બૂલ ક્ષેત્ર તથા નોધર્ન ટેરીટરી માટે લાગૂ કરાઇ છે કારણ કે આ વિસ્તારોમાં શ્રમિકોની અછત વર્તાય છે તથા વસ્તી પણ ઓછી છે.
Great South Coast
The Great South Coast region will be among-the first across the country to enter into a five-year agreement with the Commonwealth. Source: Regional Development Australia
કોમનવેલ્થ સાથેની એક ખાસ સમજૂતી અનુસાર, વિક્ટોરિયાના ગ્રેટ સાઉથ કોસ્ટ ક્ષેત્ર અને નોધર્ન ટેરીટરીના ઉદ્યોગો ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ વિસા (Subclass 482) અંતર્ગત સ્કીલ વર્કર્સને ઓસ્ટ્રેલિયા સ્થળાંતરીત કરી શકશે, આ વિસા ભવિષ્યમાં માઇગ્રન્ટ્સને પર્મેનન્ટ રેસીડેન્સીની તક પણ આપી શકશે.

વિક્ટોરિયામાં આવેલું ગ્રેટ સાઉથ કોસ્ટ ક્ષેત્ર આ સમજૂતી કરનારું દેશનું પ્રથમ ક્ષેત્ર બની ગયું છે જ્યારે નોધર્ન ટેરીટરી 31મી ડિસેમ્બરે સૌ પ્રથમ DAMA સમજૂતી પૂરી થાય તે પહેલાં વધુ પાંચ વર્ષનો કરાર કરશે.

એગ્રીમેન્ટ અનુસાર, જે વ્યવસાય વિસા માટેની જરૂરી યાદીમાં ઉપલબ્ધ ન હોય તેવા વ્યવસાયના સ્કીલ વર્કર્સને પણ ઉદ્યોગગૃહો સ્પોન્સર કરી શકશે અને તેમાં અંગ્રેજી ભાષાની જરૂરિયાતમાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવશે. DAMA અંતર્ગત સૌ પ્રથમ વખત માઇગ્રન્ટ્સને ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી પણ મળી શકે છે.

Northern Territory
DAMA II broadens the range of occupations in the Territory, as well as offering pathways to permanent residency. Source: Public Domain
કોલમેને જણાવ્યું હતું કે, "નોધર્ન ટેરીટરી DAMA અંતર્ગત રાજ્યમાં થઇ રહેલી શ્રમની અછત પૂરી કરવામાં ઘણા અંશે સફળ રહ્યું છે."

નોધર્ન ટેરીટરીના CLP સેનેટર, નાઇગેલ સ્કૂલિયોને જણાવ્યું હતું કે, "નોધર્ન ટેરીટરીમાં કુશળ કારીગરોની અછત વર્તાય છે અને જે પણ ઉદ્યોગો કારીગરોની ઉણપ સામે મુશ્કેલી અનુભવતા હશે તેમને DAMA દ્વારા યોગ્ય કારીગરો મળી રહેશે."

વિક્ટોરિયામાં, ગ્રેટ સાઉથ કોસ્ટ ક્ષેત્રમાં ખેતી, હોટેલ તથા અન્ય વ્યવસાયોને લાભ મળી રહેશે.

વર્નમ્બૂલ સિટી કાઉન્સિલ મેયર ટોની હેર્બેર્ટે જણાવ્યું હતું કે, "પર્મેનન્ટ રેસીડેન્સીની તક મળતી હોવાથી સ્કીલ માઇગ્રન્ટ્સ અહીં આવીને સ્થાયી થવા માટે આકર્ષાશે."

હેર્બેર્ટે જણાવ્યું હતું કે, "માઇગ્રન્ટ્સ અહીં આવીને સ્થાયી થશે અને ક્ષેત્રની વસ્તીમાં વધારો થશે. આ ઉપરાંત, તેમની ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સીની તક પણ વધશે."

નોધર્ન ટેરીટરીમાં, DAMAની પ્રથમ સ્કીમ હેઠળ ચાઇલ્ડકેર, ટુરીઝમ, હોટલ જેવા ઉદ્યોગો કુશળ કારીગરો મેળવવામાં સફળ થયા હતા. બીજી સ્કીમમાં હવે તેમાં કેટલાક અન્ય વ્યવસાયો ઉમેરવામાં આવશે.
skilled migrants
Source: Getty
નોધર્ન ટેરીટરીના વર્કફોર્સ ટ્રેનિંગ મિનિસ્ટર સેલેના યુઇબોએ જણાવ્યું હતું કે, "જે ઉદ્યોગો માઇગ્રન્ટ્સને સ્પોન્સર કરવા માગતા હશે તેમણે સૌ પહેલાં જે-તે વ્યવસાયમાં ઓસ્ટ્રેલિયન કારીગરોની ઉણપ છે તે સાબિત કરવું પડશે."

મિનિસ્ટર ઓફ ઇમિગ્રેશન, સિટિઝનશિપ અને મલ્ટિકલ્ચરલ અફેર્સ, ડેવિડ કોલમેને જણાવ્યું હતું કે, "આંતરિક ઓસ્ટ્રેલિયાના કેટલાક ક્ષેત્રોમાં સ્થાનિક કુશળ કારીગરોની અછત વર્તાય છે અને સરકાર આ સમસ્યાનો હલ લાવવા કટિબદ્ધ છે.

માઇગ્રન્ટ્સ અને સરકાર બંનેને લાભ

માઇગ્રેશન એજન્ટ રોહિત મોહને જણાવ્યું હતું કે, "નવી વિસા સમજૂતી હેઠળ સરકાર તથા માઇગ્રન્ટ્સ બંનેને લાભ થઇ શકે છે."
"સરકાર નવા માઇગ્રન્ટ્સને સિડની તથા મેલ્બોર્નની બહાર મોકલવા માટે વિચારી રહી છે. નવા માઇગ્રન્ટ્સને આંતરિક વિસ્તારોમાં મોકલવાથી ત્યાં વસ્તીની અને કુશળ કારીગરોની ઉણપને ઓછી કરી શકાશે."
"આ ઉપરાંત, આ વિસા ઉદ્યોગો દ્વારા જ સ્પોન્સર કરાશે એટલે કે માઇગ્રન્ટ્સ પાસે નોકરી પણ હશે અને તેઓ કેટલાક સમય બાદ પર્મેનન્ટ રેસીડેન્સી પણ મેળવી શકશે." તેમ રોહિત મોહને SBS Hindi ને જણાવ્યું હતું.

Image

નવા ક્ષેત્રો ઉમેરાશે

કેન્દ્રીય સરકાર કુશળ કારીગરોની અછત સામે ઝઝૂમી રહ્યા હોય તેવા ક્ષેત્રો સાથે વાતચીત કરી રહી છે. જેમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પીલ્બારા અને કાલગુર્લી ક્ષેત્ર, નોર્થ ક્વિન્નસલેન્ડના કેઇર્ન્સ અને ન્યૂ સાઉથ વેલ્સના મધ્યમાં ઓરાના ક્ષેત્રનો સમાવેશ થાય છે.

વિક્ટોરિયાના વર્નમ્બૂલ ક્ષેત્રમાં DAMAનો અમલ આ વર્ષના અંત સુધીમાં થાય તેવી શક્યતા છે.

Share

Published

Updated

By Mosiqi Acharya
Presented by Vatsal Patel

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service