બિન નિવાસી ગુજરાતીઓનો વતન પ્રેમ (ભાગ-૧)

વતનથી દૂર રહેવા છતાં માદરેવતનમાં લોકોપયોગી કાર્યોંમાં ઉદારતાથી સહયોગ આપતા બિન નિવાસી ગુજરાતીઓ

Tiffin service in Anand supported by Non-resident Gujaratis

Tiffin service in Anand supported by Non-resident Gujaratis Source: Amit Mehta

ગુજરાતીઓ ને માત્ર પાસબુક વાંચતા અને  ચેક લખતાંજ આવડે છે એમ માનનારા અને કહેનારા ઓને વિદેશમાં વસતા ગુજરીતોઓએ ખોટા સાબિત કર્યા છે. Not Really Important કે Non Required Indian ની ગમ્મતને ખોટી પડતા દેશ બહાર વસતા ગુજરાતીઓ પોતાના વતનમાં જરૂરિયાતમંદો ને મદદ કરવામાં સૌથી આગળ રહ્યા છે. આ વાત ને સમર્થન આપતા અનેક દાખલાઓ અને પ્રસંગો છે.

મધ્ય ગુજરાત-ચરોતર, ઉત્તરગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ દરેક વિસ્તારમાં થી એક મોટો વર્ગ વિશ્વના દરેક દેશ માં સ્થાયી થયો છે.

Amsterdam Institute for Social Science Research (AISSR),  University of Amsterdam અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ -બેંગ્લોરના સંયુક્ત ઉપક્રમે પાંચ વર્ષ અગાઉ એક સર્વે બહાર પડયો હતો. આ સર્વેની  વિગતો રસપ્રદ છે.આ સર્વે માં જણાવાયું  હતું કે મધ્ય ગુજરાતમાં લોકોપયોગી કામ માટે NRI ઘ્વારા ધાર્મિક હેતુ માટે ૪૮.૫ %, સ્કૂલ બાંધવા ૧૨%,હોસ્પિટલ બાંધવા ૬%, NGO  ને ૧૦.૬ % અને અન્ય હેતુ માટે ૭.૬% દાન અપાયું હતું. જોકે હવે આ ટ્રેન્ડ બદલાયો હોય તેમ તાજેતરના દાનના પ્રવાહ પરથી લાગે છે. આ પ્રવ્રૂતિને CSR  કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબિલિટી ફોર ફિલાન્થ્રોપી  કહે છે.

આણંદમાં રહેતા લેમનકીંગ તરીકે ઓળખાતા મહેન્દ્ર પટેલ, અને વિદેશવાસી ગુજરાતીઓના એક જૂથ-  રમેશભાઈ પટેલ ,હસમુખ કારિયા,અરવિંદ શાહ ,ભારત પટેલ, ભરત તલાટી,સૂર્યકાન્ત પટેલ ,વસંત પટેલ અને અન્ય સ્થાનિકો  છેલ્લા સાત વર્ષથી ઘેર બેઠા ૩૦૦  જેટલા ટિફિનો લોકોને પહોંચાડે છે. આ ટિફિનો પહોંચાડવાના ખર્ચ પેટે રોજના માત્ર ૨ રૂપિયા(અંદાજે ૧૦ સેન્ટ થી પણ ઓછા) ચાર્જ કરવામાં આવે છે.

Tiffin service in Anand supported by Non resident Gujaratis
Tiffin service in Anand supported by Non resident Gujaratis Source: Amit Mehta

આ પ્રવૃત્તિ એક ટ્રસ્ટ ઘ્વારા શક્ય બની છે.

છેલ્લા સાત વર્ષથી ઘેર બેઠા ૩૦૦ જેટલા ટિફિનો લોકોને પહોંચાડે છે. અને દાતાઓ નામ જાહેર નહિ કરવાની વિનંતી કરે છે.

આ કાર્ય માટે મોટાભાગે  એન.આર.આઈ જ દાન આપે છે અને દાતાઓ નામ જાહેર નહિ કરવાની વિનંતી કરે છે. એટલે દાતાઓ વિષે પૂરી વિગતો જાહેર થતી નથી પરંતુ આ અંગે મળેલ માહિતી પ્રમાણે મંગળાબેન કારિયા દર મહિને ૨૫૦ કિલોનો એક,  એવા દસ કટ્ટા લોટ આપે છે.

લુસાકા ના એક દંપતી ઘ્વારા દર મહિને જરૂરી તેલના ડબ્બાની વ્યવસ્થા કરાય છે. આ માટે તેઓએ આણંદ ના ગંજ  બજારના એક વહેપારીને સૂચના આપી છે.

છેલ્લા સાત વર્ષથી એક મુસ્લિમ પરિવાર ઘ્વારા રોજ જરૂરી લીલું શાકભાજી પૂરું પડાય છે. આ મુસ્લિમ પરિવારના મોભી નન્નુમીંયા મલેક દરરોજ શાકભાજી આપતા હતા તેમના મૃત્યુ બાદ તેમના ચાર દીકરાઓએ પરંપરા ચાલુ રાખી છે.

આણંદની બધીજ મીઠાઈ ,ફરસાણની દુકાન વાળાઓ મીઠાઈ ફરસાણ અડધા ભાવે આપે છે. અહીં રસોઈ કરનારા અને કામકાજ માં મદદ કરનારને પૂરતો પગાર અપાય છે. આ ભગીરથ કાર્યમાં મદદ કરનાર સેવાભાવી લોકોનું લિસ્ટ ઘણું લાબું છે પણ સંસ્થા એ એકાદ બે નામ આપ્યા બાદ બીજા નામ નહિ આપવાની વિનંતી કરી છે માટે વધુ નામો નો ઉલ્લેખ કર્યો નથી.

Tiffin Service in Anand supported by Non resident Gujaratis
Tiffin Service in Anand supported by Non resident Gujaratis Source: Amit Mehta

ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, ઇંગ્લેન્ડ, પોલેન્ડ,થાઇલેન્ડ, લુસાકા જેવા અનેક દેશો માંથી દાન આવે છે.

સંસ્થાએ રોજનો અંદાજે ૭,૦૦૦ રૂપિયા ખર્ચ કાઢતા છત્રીસ લાખની ડિપોઝિટ કરી છે જેનું વ્યાજ પણ જમા થાય છે. આ ઉપરાંત વ્યસ્ત પ્રોફેશ્ન્લ જીવનમાં થી નિવૃત્ત થયેલા તજજ્ઞો શાક સમારવા જેવી સેવા પણ આપે છે.અને વરસાદ હોય, ગરમી હોય કે ટ્રાન્સપોર્ટની તકલીફ હોય તો આ ગ્રુપ જાતે ટિફિન પહોંચાડે છે.

મધ્ય ગુજરાતના પેટલાદ નજીકના નાર ગામમાં તાજેતરમાં એકાદ મહિનાથી આવી જ અન્ય એક ટિફિન સેવાનો પ્રારંભ થયો છે. મૂળ તારાપુર ના અને હાલમાં અમેરિકા સ્થાયી થયેલ શૈલેષભાઈ પટેલના સહયોગથી આસપાસના ત્રણ ગામોની હોસ્પિટલમાં દર્દીઓને રોજના ૭૦ ટિફિનો વિનામૂલ્યે ભોજન અપાય  છે.

ત્રણ ગામોની હોસ્પિટલમાં દર્દીઓને રોજના ૭૦ ટિફિનો વિનામૂલ્યે ભોજન અપાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુરની સરકારી હોસ્પિટલ, યમુના સર્જીકલ અને સદાઆત હોસ્પિટલમાં આ કાર્ય શરુ થયું  છે.આ માટે રસોઈ નાર ગુરુકુળમાં બને છે અને સ્થાનિક રોટરી ક્લબ તેના વિતરણની વ્યવશ્થા કરે છે.આ ઉપરાંત નારની આઠ શાળાઓ અને તારાપુરની ૧૪ શાળાઓમાં મિનરલ વોટર પૂરું પાડવામાં આવે છે.આ માટે કેટલી રકમનું દાન આપ્યું તેની વિગતો ગોપનીય રાખવાની વિનંતી કરાઈ છે.

નારની ૮ અને તારાપુરની ૧૪ શાળાઓમાં મિનરલ વોટર પૂરું પાડવામાં આવે છે અને તે માટેના દાનની રકમ ગોપનીય રાખવાની વિનંતી કરાઈ છે.

Follow SBS Gujarati on Facebook


4 min read

Published

Updated

By Amit Mehta




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now