૧૨૦ NRI અને ૨૨૦ સ્થાનિકોના દાનથી ચરોતરના ચાંગા નામના ગામમાં ચારૂસેટ યુનિવર્સિટીના કેમ્પસ (કે જે પણ મુખ્યત્વે NRIના દાનથી ટેક્નિકલ અને અન્ય શિક્ષણ આપતી સંસ્થા છે) ચાલે છે. આધુનિક સગવડો ધરાવતી એક મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ૯૦ કરોડ (અંદાજે ૧૮,૦૦,૦૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર) ના ખર્ચે બે વર્ષ પહેલાજ શરુ થઇ છે. અહીં નજીવા ખર્ચે સ્થાનિકો આધુનિક આરોગ્ય સેવાઓ મેળવી શકે છે.

અમેરિકા સ્થિત ડો અશ્વિન પટેલ કે જેઓ પણ એક ડોનર છે, તે કહે છે કે વતનમાં આરોગ્ય સેવાઓ આપવી એ મારુ વર્ષો જૂનું સ્વપ્નું હતું. આ બંને ઉપરાંત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ ipco ના મલિક NRI દેવાંગભાઈ પટેલે પણ આ વિસ્તારની અનેક સંસ્થાઓમાં દાન આપેલ છે. આ લિસ્ટ પણ ઘણું મોટું છે.
આશીર્વાદ વોર્ડમાં જરીરિયાતવાળાઓની વિના મુલ્યે સારવાર કરાય છે
સરદાર પટેલના વતન કરમસદમાં આવેલ કૃષ્ણ હોસ્પિટલ પણ અહીં જાણીતી છે . સ્થાનિકો અને અનેક પરદેશવાસી ગુજરાતીઓના મોટા દાનથી ચાલે છે. અહીં પ્રીમિયમ વોર્ડ ઉપરાંત એક આશીર્વાદ વોર્ડ છે જેમાં જરીરિયાતવાળાઓની વિના મુલ્યે સારવાર કરાય છે પછી તે હેર્નીઆ,એપેન્ડિક્સ, કિડની સ્ટોન જેવા ઓપેરશન હોય કે ગમે તેવા મોટા ઓપેરશન હોય.
અંદાજે ૮૦% થી વધુ NRI ડોનેશન મળ્યાનું જાણવા મળ્યું છે. આ હોસ્પિટલના સંચાલન સાથે ભૂતપૂર્વ નાણાપ્રધાન સ્વ.એચ .એમ.પટેલ ના દીકરી અને પૂર્વ NDDB ના chairperson અમૃતાબેન પટેલ સક્રિય રીતે સંકળાયેલા છે.
વડતાલની હોસ્પિટલમાં દર્દીઓ માટે કેશ કાઉન્ટર નથી
આ ઉપરાંત ચરોતર વિસ્તારના અંદાજે ૭૦૦ જેટલા નાના નાના ગામોમાંથી ૭૦% થી વધુ ગામોમાં લોકોને R .O વોટર પૂરું પડે છે. આ બધી વ્યવસ્થા મોટા ભાગે પરદેશ ના ગુજરાતીઓના દાન થીજ કરાઈ છે.વડતાલની હોસ્પિટલમાં દર્દીઓ માટે કેશ કાઉન્ટર નથી.આ વિસ્તારમાં વડદલાના અને હવે લંડન સ્થાઈ થયેલ પ્રવીણ પટેલ ૧ કરોડ રૂપિયા, સૌરાષ્ટ્રના ધીરુભાઈ કોટડીયા એ ૫૧ લાખ રૂપિયા,ઉત્તરસંડાના ભાવેશ પટેલે એક કરોડ રૂપિયાનું દાન આપ્યાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
તાજેતરમાં તો પર્યાવરણ, સમાજની વાડીઓ ( community hall- શુભ પ્રસંગો માટે આધુનિક વાડીઓ ) ગાર્ડન્સ જેવી અનેક પ્રવૃત્તિ માટે દાન આપ્યા છે.આ ઉપરાંત સ્થાનિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકો, ઠંડીના રક્ષણ માટે ગરમ કપડાં પણ આપે છે.
આખા ગામ માટે જીવન પર્યન્ત વોટર ટેક્સના નાણાં પંચાયતમાં આપ્યા છે.
યાત્રા સ્થળ આશાપુરી અને નજીકના કાસોર ગામમાં વર્ષો અગાઉ આખા ગામ માટે જીવન પર્યન્ત વોટર ટેક્સના નાણાં પંચાયતમાં આપ્યાના દાખલાઓ છે. વર્ષોથી લંડન સ્થાયી થયેલ કાસોર (સોજીત્રા -કાસોર)ના શૈલેષ અંબાલાલ પટેલ, દિનેશ અને રજની જી પટેલ, વિજય- અને ભુપેન્દ્ર પટેલ,જેવા અનેક લોકોએ જરૂરિયાત મુજબ પોતાના ગામના રસ્તા, પાણી, વાડીની સગવડો જેવા અનેક કામો માટે સામેથી જરૂરિયાત સમજીને સંયુક્ત જવાબદારી ઉઠાવી છે.
NRI ડોમિનેટેડ ધર્મજ ગામની વસ્તી માત્ર ૧૧૦૦૦ની છે પરંતુ આટલા નાના ગામમાં ૧૦૦૦ કરોડની ફિક્સ ડિપોઝિટ્સ હોવાનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને બીજા રાષ્ટ્રીય અખબારોએ એ અગાઉ નોંધ્યું છે.
વળી પરદેશ નું હોય તેવું ઉત્તમ ગામ છે જેને એશિયાના પેરિસ તરીકે ઓળખાય છે.પરદેશની જેમ અહીં પણ ધર્મજ ડે ઉજવાય છે અને આ સમયે પરદેશથી અનેક લોકો આવે છે. એજ પ્રમાણે નાર ડે કે ઉત્તરસંડા ડે પણ ભારે ઉત્સાહથી ઉજવાય છે. નાર ડે સેલિબ્રેશન વખતે ગામની દરેક પરણેલી દીકરીને લંચ માટે આમંત્રણ આપે છે.
મૂળ ધર્મજના અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં રહેતા ડો.શશી પટેલ અને અને શ્રીમતી ડો કેટ પટેલ હોય કે ન્યુઝીલેન્ડ અને ફિજીમાં એડવોકેટે તરીકે કામ કરતા ભુપેન્દ્ર ભાઈ પટેલ- અંજનાબેન પટેલને હૈયે આજે પણ ધર્મજનું હિત છે.
કરોડોનું દાન બધા માટે શક્ય નથી પણ આપણે રોજની એક કોફી કે એકાદ વાર રેસ્ટોરન્ટમાં જમવાનો ખર્ચ બચાવીને લોકોપયોગી કામ માટે તો જરૂર આપી શકીએ.

