**A warning, this story contains content that some may find confronting.
લિયોરી (નામ બદલ્યું છે) ની ફિંગર પ્રિન્ટ પોલીસને ચોરી થઇ હતી તે ઘરમાં મળી આવી અને ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
તે વિસ્તારના કેટલાક અન્ય બાળકો સાથે તે ઘરમાં પ્રવેશ્યો હતો અને આ ગુનો થયો હતો. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ ફક્ત કપડાં અને અન્ય ખરીદી કરવા માંગતા હતા.
હાલમાં 16 વર્ષની વયે તે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની બેન્કસિયા હિલ ખાતેની જેલમાં સજા ભોગવી રહ્યો છે.
તે જણાવે છે કે ત્યાંના ગાર્ડ તેમની સાથે ખરાબ વર્તન કરે છે. એક 14 વર્ષીય કિશોરનો હાથ પણ ઝપાઝપી દરમિયાન તૂટી ગયો હોવાની ઘટના બની હતી.

Leroy was 10 years old when he was first incarcerated. Source: Aaron Fernandes/SBS News
દરરોજ 13 કલાક સુધી જેલમાં રહેવું ખૂબ જ યાતનાદાયક રહે છે તેમ લિયોરીએ જણાવ્યું હતું.
લિયોરીએ અત્યાર સુધીમાં તેના જીવનના એક વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે. પરંતુ તેના જીવનમાં કોઇ સુધારો આવ્યો નથી.
ક્લિનીકલ સાયકોલોજીસ્ટ અને ન્યામાલ મહિલા ડો ટ્રેસી વેસ્ટરમેન જણાવે છે કે 10 વર્ષીય બાળક તે ઉંમરે તેના જીવનના નૈતિક નિર્ણયો લેવામાં અસમર્થ હોય છે અને તે વખતે તેમને જેલની સજા આપવાના કારણે તેઓ ભવિષ્યના જીવનમાં આ પ્રકારની ક્ષમતા ગુમાવે છે.
આ ઉપરાંત, વધુ સમય જેલની સજા ભોગવવાના કારણે બાળકોમાં તણાવનું પ્રમાણ વધે છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના જુલાઇ મહિનામાં ઓસ્ટ્રેલિયન સરકારે યુનાઇટેડ નેશન્સના ગુનાખોરીના કાયદા લાગૂ કરવાની ઉંમર 14 વર્ષ સુધી કરવાની માંગને નકારી કાઢી હતી.
સરકારે તે રાજ્યો અને ટેરીટરીનો મામલો હોવાનું જણાવ્યું હતું.

Banksia Hill is WA’s only custodial facility for children. Source: Supplied/OICS
વર્ષ 2018માં આ બાબતની સમીક્ષા કરવા એક કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં કાયદાકિય, આરોગ્ય અને સામુદાયિક સમૂહો દ્વારા 88 જેટલી ભલામણો કરવામાં આવી હતી. પરંતુ, રાજ્ય અને ટેરીટરીની સરકારો દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.
ફક્ત ઓસ્ટ્રેલિયન ટેરીટરીએ જ તેના નિયમમાં ફેરફાર કર્યા છે.
બીજી તરફ, બેન્કસી હિલમાં સજા ભોગવનારા લોકો રાજ્ય સરકારને ખરાબ વર્તન, આઇસોલેશન અને યોગ્ય શિક્ષણ ઉપલબ્ધ ન કરાવવા બદલ તેમની સામે કેસ કરવા તૈયારી કરી રહ્યા છે.
ડાયરેક્ટર જનરલ અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના કમિશ્નરે ઇન્ટરવ્યુનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. પરંતુ, નિવેદનમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુવાનો તેમની ઓરડીમાં કેટલો સમય વિતાવે છે તે અંગે સમીક્ષા ચાલી રહી છે.
ડીપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે તે કિશોરને હાથ પર ઇજા પહોંચી હોવા અંગે કોઇ રેકોર્ડ ઉપલબ્ધ નથી અને તેઓ અટકાયતમાં હોય તેવા લોકોના આરોગ્ય અને સુખાકારીની સ્થિતી સુધરે તે માટે કાર્ય કરી રહ્યા છે.
"લિયોરી" વયસ્ક બને ત્યાં સુધી તેને જેલમાં રાખવા માટે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સરકારે 200,000થી પણ વધુ ડોલર ખર્ચ્યા છે.
તેની પર લાગૂ કરવામાં આવેલા ગુનાનો નિર્ણય બાકી હોવાના કારણે તેની સજા ક્યારે પૂરી થશે તે નક્કી નથી પરંતુ તેણે એક ઉજળા ભવિષ્યની આશા છોડી નથી.