ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેના મજબૂત પાસા ભેગા કરીને વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકાય છે. ઓસ્ટ્રેલિયા ડિઝાઇન, રીસર્ચ અને ડેવલોપમેન્ટ કરી શકે છે જ્યારે ભારતમાં તે વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે. આ બંને દેશની ભાગીદારી દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુ વૈશ્વિક બજારમાં મૂકી શકાય છે, તેમ ડો ખીમજી વાઘજીયાનીએ જણાવ્યું હતું.
આવો જ એક પ્રોજેક્ટ સફળતા પૂર્વક પાર પાડ્યો છે ડો ખીમજી વાઘજીયાનીએ
નવીન પ્રકારની સોલર ઓફ ગ્રીડનું ઉત્પાદન કરવા બદલ ડો ખીમજી વાઘજીયાનીને વર્ષ 2010માં ઓસ્ટ્રેલિયન ઇનોવેટર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સોલર પ્રોડક્ટનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા બદલ તેમને ઓસ્ટ્રેલિયન ઇન્ટરનેશનલ ડીઝાઇન એવોર્ડ 2010 એનાયત થયો હતો.
સ્વચ્છ સોલર પાવર સિસ્ટમ દ્વારા ઓફ ગ્રીડ એનર્જી ઉપલબ્ધ કરાવતા સોલર જેમ (Solar-Gem) એ અમેરિકાના માઇક્રોસોફ્ટના કેમ્પસમાં યોજાયેલી ઇનોવેશ શૂટઆઉટ કોમ્પિટીશનમાં છ અન્ય સ્પર્ધકોને હરાવીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
ખીમજીભાઇએ અત્યાર સુધીમાં સોલર ઓફ ગ્રીડની વિશ્વના 12 દેશોમાં નિકાસ કરી છે. અને, લઘુ તથા નાના વેપાર (SME) સાથે મળીને આ વેપાર ઉદ્યોગો સાથે પડી રહેલી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી છે.
વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં સેવા આપી
ખીમજીભાઇએ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સિડની ખાતે ઇનોવેશન અને આંત્ર્યપ્રિન્યોરશીપ તથા યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન સિડની ખાતે ઇન્ટરનેશનલ માર્કેટીંગ એન્ટ્રી સ્ટ્રેટેજી અંગે શીખવ્યું છે.
આ ઉપરાંત, તેમણે ચાર્લ્સ સ્ટર્ટ યુનિવર્સિટી ખાતે એક્સીક્યુટીવ માસ્ટર્સ પ્રોગ્રામ વિશે લેક્ચર તથા મક્વાયરી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ સિડનીમાં એન્જીનીયરીંગ શીખવ્યું છે.
તેઓ ઘણા લઘુ તથા નાના ઉદ્યોગોમાં સલાહકાર તરીકે પણ સેવા આપે છે, તેમણે વેસ્ટપેક બેન્કમાં 8 વર્ષ સુધી લઘુ તથા નાના ઉદ્યોગો સાથે કાર્ય કરી તેમની બેન્ક સાથેની જરૂરિયાતો અને વ્યુહાત્મક ભાગીદારીની દિશામાં પણ કાર્ય કર્યું છે.
તાજેતરમાં તેમનું પુસ્તક Spiritual Enlightenment of an Entrepreneur પ્રકાશિત થયું છે.