ઓસ્ટ્રેલિયાની પ્રાથમિક તથા માધ્યમિક સ્કૂલ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવા અભ્યાસક્રમ દ્વારા દેશના ખરા ઇતિહાસ વિશે જ્ઞાન મળશે તેમ ધ હેયલિંગ ફાઉન્ડેશનનું માનવું છે.
ધ હેયલિંગ ફાઉન્ડેશનના ચેરમેન, ઇયાન હેમ્મના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેનો નવો પ્લાન રજૂ કરી દેવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન કરિક્યુલમ એસેસમેન્ટ એન્ડ રીપોર્ટીંગ ઓથોરિટીના ચીફ એક્સીક્યુટીવ ડેવિડ ડે કાર્વાલ્હોએ જણાવ્યું હતું કે એબઓરિજનલ એન્ડ ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડરનો ઇતિહાસ અને તેમની સંસ્કૃતિ અભ્યાસક્રમની મુખ્ય પ્રાથમિકતા છે.
કાર્વાલ્ડોએ SBS ને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અન્ય વિષયોની જેમ જ આ વિષય પણ વિદ્યાર્થીઓએ પાસ કરવાનો રહેશે.
દાખલા તરીકે, યર 3માં હ્યુમાનિટીસ અને સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાના મહત્વના દિવસો, અઠવાડિયા તથા તેની સાથે જોડાયેલી વિવિધ સંજ્ઞાઓ વિશે જ્ઞાન મેળવે છે. જેમાં ઓસ્ટ્રેલિયા ડે, એનઝેક ડે, નેશનલ સોરી ડેનો સમાવેશ થાય છે. યર-10માં વિદ્યાર્થીઓ હક અને આઝાદી એટલે કે રાઇટ્સ અને ફ્રીડમ વિશે અભ્યાસ કરે છે. જેમાં તેઓ વર્ષ 1965 અગાઉ એબઓરિજનલ એન્ડ ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકોના હક અને તેમની આઝાદીના સંઘર્ષ વિશે જ્ઞાન મેળવે છે.
આ યોજના હેઠળ શાળાના શરૂઆતના વર્ષોમાં, ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓને મનોરંજક વાતાવરણ સાથે પ્રવૃત્તિ-આધારિત વાર્તાલાપ અને કવિતા કે આદિવાસીઓના ગીતોની મદદ્દ લઇ ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ વિષે ભણાવવામાં આવશે.
ત્યારબાદના અમુક ધોરણોના અભ્યાસમાં stolen generation વિષે સંશોધન સામેલ હશે.
અને માધ્યમિક શાળામાં વાસ્તવિક કિસ્સાઓના વિશ્લેષણ પર અભ્યાસ કેન્દ્રિત થશે.
આ ઉપરાંત, નવા અભ્યાસક્રમમાં વિવિધ રાજ્યોની stolen generation અને તેમના ઇતિહાસને પણ સમાવાશે.
ઇયાન હેમ્મે જણાવ્યું હતું કે નવા અભ્યાસ ક્રમમાં વિસ્તારના સ્થાનિક ઇતિહાસને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સના રીજનલ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ તેમના પ્રદેશનો ઇતિહાસ ભણશે, જ્યારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના શહેરો વિશે જાણકારી મેળવશે.
રાષ્ટ્રીય ઇતિહાસ તથા સ્થાનિક ઇતિહાસનો સમન્વય કરીને એક નવો અભ્યાસક્રમ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેમ ઇયાન હેમ્મે ઉમેર્યું હતું.
More stories on SBS Gujarati
"ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીઓ અને ઓસ્ટ્રેલિયાની આદિજાતિના નૃત્યો માં ઘણી સમાનતા છે" - ઈશા શર્વા





