** ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને ખાલિસ્તાનના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે જામેલા રાજદ્વારી જંગ વિશે જાણકારી મેળવો.
- ભારતીય વિદેશ મંત્રાલયે કામચલાઉ ધોરણે વિસાની અરજી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
- વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારતીય વિદેશ મંત્રાલય તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
- તેમણે ઉમેર્યું હતું કે, કેનેડા સ્થિત હાઇ કમિશન અને કોન્સ્યુલેટ્સને સુરક્ષા મુદ્દે ધમકી મળ્યા બાદ તેમના સામાન્ય કાર્યભારને અસર પહોંચી છે અને તેના કારણે કામચલાઉ ધોરણે વિસાની અરજીઓ પરના કાર્યને સ્થગિત કરવામાં આવ્યું છે.
- વિસાની સુવિધા આપતી ભારતીય કંપની BLS International એ જણાવ્યું હતું કે, કેનેડા સ્થિત ભારતીય મિશને આગામી સૂચના ન મળે ત્યાં સુધી વિસાની સેવા બંધ કરવાનું સૂચન આપ્યું છે.
- બીજી તરફ, કેનેડાના ભારત સ્થિત હાઇકમિશને જણાવ્યું છે કે, કેટલાક અધિકારીઓને સોશિયલ મીડિયા માધ્યમો પર ધમકી મળ્યા બાદ તેઓ ભારતમાં તેમના કર્મચારીઓની હાજરીમાં કામચલાઉ ધોરણે ફેરફાર કરશે.
- અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સલિવાને ભારત અને કેનેડા વચ્ચેના વર્તમાન વિવાદ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે અમેરિકા ભારત તથા કેનેડા બંને સાથે સંપર્કમાં છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 p.m.