Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ભારતીય ઓસ્ટ્રેલિયન બસ ડ્રાઇવર બન્યા ચેમ્પિયન મેરાથોન રનર

Dharmesh Patel (L) and his medals.

મેલ્બર્નમાં રહેતા ધર્મેશ પટેલે વજન વધવાના કારણે ફિટ રહેવા માટે સામાન્ય રનિંગ શરૂ કર્યું અને ત્યાર બાદ રનિંગનો એવો શોખ લાગ્યો કે તેઓ મેરાથોન રેસમાં ભાગ લઇને સમગ્ર 42 કિલોમીટરનું રનિંગ પૂરું કરે છે. વિશ્વના વિવિધ દેશોમાં તેમણે મેરાથોન રેસમાં ભાગ લઇને અત્યાર સુધી 12 જેટલી ફૂલ મેરાથોન પૂરી કરી છે. SBS Gujarati સાથે તેમણે તેમના દોડવા અંગેના પ્રેમ વિશે વાતચીત કરી હતી.

Published

By Vatsal Patel

Source: SBS

Share this with family and friends

મેલ્બર્નમાં રહેતા ધર્મેશ પટેલે વજન વધવાના કારણે ફિટ રહેવા માટે સામાન્ય રનિંગ શરૂ કર્યું અને ત્યાર બાદ રનિંગનો એવો શોખ લાગ્યો કે તેઓ મેરાથોન રેસમાં ભાગ લઇને સમગ્ર 42 કિલોમીટરનું રનિંગ પૂરું કરે છે. વિશ્વના વિવિધ દેશોમાં તેમણે મેરાથોન રેસમાં ભાગ લઇને અત્યાર સુધી 12 જેટલી ફૂલ મેરાથોન પૂરી કરી છે. SBS Gujarati સાથે તેમણે તેમના દોડવા અંગેના પ્રેમ વિશે વાતચીત કરી હતી.

મેલ્બર્ન સ્થિત ધર્મેશ પટેલને બસ ડ્રાઇવિંગની નોકરી દરમિયાન વજન વધવાની ચિંતાના કારણે તેમણે સામાન્ય કસરત કરવાનું નક્કી કર્યું અને ત્યાર બાદ રનિંગ શરૂ કર્યું.

ધર્મેશ પટેલના જણાવ્યા પ્રમાણે, રનિંગ કરવાનો તેમને શોખ જાગ્યો અને ત્યાર બાદ લાંબા અંતરની રેસમાં ભાગ લેવાનું નક્કી કર્યું.

12 ફૂલ મેરાથોન પૂરી કરી

ધર્મેશભાઇએ અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા સહિત ભારત, અમેરિકા અને જર્મની જેવા દેશોમાં મેરાથોન રેસમાં ભાગ લીધો છે. જેમાંથી ઓસ્ટ્રેલિયા, અમેરિકાના શિકાગો અને જર્મનીના બર્લિનમાં ફૂલ મેરાથોન રેસમાં તેઓ દોડ્યા હતા.

Image

અઠવાડિયાના 35 કિલોમીટરનું રનિંગ

ધર્મેશભાઇના જણાવ્યા પ્રમાણે, તેઓ અઠવાડિયામાં લગભગ 35 કિલોમીટર જેટલું રનિંગ કરે છે અને રેસના અમુક દિવસો પહેલા રનિંગના અંતરમાં ફેરફાર કરે છે. વીકેન્ડ દરમિયાન તેઓ જ્યાં પણ જવાનું હોય ત્યાં રનિંગ કરીને પહોંચે છે.

આગામી લક્ષ્યાંક

ધર્મેશભાઇનો આગામી લક્ષ્યાંક ન્યૂયોર્ક મેરાથોન છે. તે માટે તેઓ ન્યૂયોર્ક વર્ચ્યુઅલ મેરાથોનમાં ભાગ લેશે. મેલ્બર્નમાં દોડીને તેઓ ન્યૂયોર્ક મેરાથોન માટેનો ક્વોલિફાઇંગ રાઉન્ડ પાસ કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4pm.

Follow us on Facebook.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now