કોરોનાવાઇરસ વિશેની કેટલીક માહિતી...
- કોરોનાવાઇરસ સૌ પ્રથમ ચીનના વુહાન શહેરના સીફૂડ માર્કેટથી ફેલાયો છે.
- અત્યાર સુધીમા કોરોનાવાઇરસના 200થી વધુ કેસ નોંધાયા, ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા
- ચીનથી પ્રસરેલો આ વાઇરસ થાઇલેન્ડ, જાપાન અને દક્ષિણ કોરિયા સુધી ફેલાયો
- ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં પણ એક વ્યક્તિની તપાસ ચાલી રહી છે
- ચીની નવા વર્ષની ઉજવણી દરમિયાન આ વાઇરસ ઝડપથી ફેલાય તેવી આશંકા, એરપોર્ટ પર પ્રવાસીઓની વધુ કડક તપાસ
- 23 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા વુહાનથી સિડનીની સીધી ત્રણ ફ્લાઇટમાં બાયોસિક્યુરિટી સ્ટાફની નિમણૂક કરશે.
- ઓસ્ટ્રેલિયામાં લોકોને આ વાઇરસથી બચવા જીવંત પ્રાણીઓના બજારો કે સીફૂડ માર્કેટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.