નવી દિલ્હી ખાતે યોજાઇ રહેલી G20 બેઠકમાં 6 મુખ્ય એજન્ડા પર વિચાર વિમર્શ થશે:
- પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી વૈશ્વિક વિકાસ
- ટેક્નોલોજી અને ડિજીટલ ક્રાન્તિ
- રોજગારી
- માનવજીવનની ગુણવત્તા
- મહિલા સશક્તિકરણ
- આફ્રિકન યુનિયનને મતાધિકારનો દરજ્જો આપવા ચર્ચા
G20 બેઠકમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન હાજર રહેશે નહી. તેમના સ્થાને પ્રતિનિધિ દળ બેઠકમાં ભાગ લેશે.
અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, કેનેડા, બ્રાઝિલ સહિત અન્ય દેશોના નેતાઓ બેઠકમાં હાજરી આપશે.
મહેમાનો માટે ભારતના રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા ભોજન સમારંભનું આયોજન
G20 બેઠકમાં ભાગ લઇ રહેતા નેતાઓ માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સંગીત નાટક અકાદમી દ્વારા 34 હિન્દુસ્તાની, 18 કાર્ણાટીક તથા 40 લોકવાદ્યોનું ફ્યુઝન સંગીત પ્રસ્તુત કરવામાં આવશે.
દેશના તમામ રાજ્યોમાંથી 78 કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Credit: Sansad TV
મહેમાનોને સોના-ચાંદીનું વરખ ચડાવેલા વાસણોમાં ભોજન પીરસવામાં આવશે. અને તેમાં ભારતના સ્થાપત્યો, સ્મારકોના ચિત્રો પણ કોતરવામાં આવ્યા છે.
ભારતના જુદા-જુદા રાજ્યોની વાનગીઓ ભોજન સમારંભ માટે તૈયાર કરવામાં આવી છે.
ભારત મંડપમની વિશેષતા
- G20 ની બેઠક નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આવેલા ભારત મંડપમ ખાતે યોજાશે.
- કન્વેન્શન સેન્ટર માટે 2700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
- 123 એકરમાં ફેલાયેલા ભારત મંડપમ 3 માળની અધ્યતન ઇમારત છે. જેમાં 7000 લોકોને સમાવી શકે તેવી સુવિધા છે.
- 3000 લોકોને સમાવતા 3 થિયેટર પણ બનાવવામાં આવ્યા છે.
- વિવિધ દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બેઠકમાં ભાગ લેવા આવી રહ્યા હોવાથી નવી દિલ્હીમાં સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.