માનવ યુથ ઓલિમ્પિક્સ, અકિંતા ફ્રેન્ચ ઓપન ક્વોલિફાઇંગ રાઉન્ડ માટે ક્વોલિફાય

સુરતનો ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર બ્યૂનોસ એર્સ ખાતે રમાનારી યુથ ઓલિમ્પિક્સ ગેમ્સમાં ક્વોલિફાય થનાર પ્રથમ ગુજરાતી બન્યો, મૂળ અમદાવાદની અંકિતા રૈનાની ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમના ક્વોલિફાઇંગ રાઉન્ડ માટે પસંદગી

Manav Thakkar

Table Tennis player Manav Thakkar with the trophy. Source: Gujarat State Table Tennis Association

ગુજરાતના યુવા આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી સુરતના માનવ ઠક્કરે યુથ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થઇને ઇતિહાસ રચી દીધો છે. માનવ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ક્વોલિફાય થનારો પ્રથમ ગુજરાતી ખેલાડી બન્યો છે.

છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહેલા માનવે તાજેતરમાં બેંગકોક ખાતે યોજાયેલી રોડ ટુ બ્યૂનસ એર્સ 2018 યુથ ઓલિમ્પિક્સ ગેમ્સ (એશિયા) ની ફાઇનલમાં સિંગાપોરના જોશ ચુઆને 4-0 (11-4, 11-7, 11-2, 11-9)થી પરાજય આપીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઉલ્લેખનીય છે કે યુથ ઓલિમ્પિક્સ ગેમ્સ ટૂર્નામેન્ટનો પ્રારંભ 2010માં થયો હતો.

Manav with coach Constantini
Manav with coach Constantini after winning Road to Buenos Aires 2018 YOG Series - Asia in Bangkok. Source: Gujarat State Table Tennis Association

સમગ્ર ટૂર્નામેન્ટમાં માનવે પોતાના વિરોધી ખેલાડીઓને આસાન પરાજય આપ્યો હતો. માનવે ક્વાર્ટર ફાઇનલમાં પનામાના જાકોબો વહનિશને 4-0 અને સેમિફાઇનલમાં જોર્ડનના ખાલેદ ખાદેરને 4-0ના અંતરથી હરાવીને આગેકૂચ કરી હતી. માનવ છેલ્લા ઘણા સમયથી સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે 2017માં જૂનિયર ટેબલ ટેનિસમાં ટોચનો રેન્ક મેળવનાર પ્રથમ ભારતીય બનવાની સિદ્ધિ મેળવી હતી.

અંકિતા ફ્રેન્ચ ઓપન ક્વોલિફાઇંગ રાઉન્ડમાં રમશે

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને 2017માં ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન અને વિમેન્સ ટેનિસ એસોસિયેશનની વિવિધ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવાનો ફાયદો મળ્યો છે અને તે ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમના મુખ્ય રાઉન્ડમાં ભાગ લઇ શકાય તે પહેલા યોજાતા ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. 25 વર્ષીય અંકિતા રૈના ભારતની અન્ય સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા બાદ ગ્રાન્ડસ્લેમમાં ક્વોલિફાય થનારી બીજી ભારતીય મહિલા બની ગઇ છે.

Tennis player Ankita Raina
Ankita Raina of India will contest in French Open Qualifying Round. Source: Rahul Goyal - ITFTennis

તાજેતરમાં રમાયેલા ફેડરેશન કપમાં અંકિતાએ તેના કરતાં ઉંચો રેન્ક ધરાવતી ખેલાડીઓને પરાજય આપીને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી.

Follow SBS Gujarati on FACEBOOK


2 min read

Published

Updated

By Vatsal Patel




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now