વિવિધ દક્ષિણ એશિયન ઓસ્ટ્રેલિયન લોકો માટે તેની વ્યાપક 24/7 સામગ્રીને વધુ સારી રીતે ઉપલબ્ધ કરાવવા માટે SBS PopDesi એ તેનું નામ બદલીને SBS South Asian કર્યું છે.
આ ચેનલમાં બાંગ્લા, ગુજરાતી, હિન્દી, નેપાળી, મલયાલમ, પંજાબી, સિંહાલા, તમિલ અને ઉર્દૂમાં સ્થાનિક રીતે નિર્મિત કાર્યક્રમો તેમજ બોલિવૂડ (હિન્દી), ભાંગડા (પંજાબી) અને નેપાળી હિટ સાથેનું સંગીત પણ રજૂ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે લૉન્ચ થયેલી તેલુગુ ભાષાની સામગ્રી પણ પોડકાસ્ટ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા દ્વારા ઉપલબ્ધ છે.
"દક્ષિણ એશિયન સમુદાય ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપથી વધી રહેલો માઇગ્રન્ટ્સ સમુદાય છે, જેમાં 1.5 મિલિયનથી વધુ ઓસ્ટ્રેલિયનો ઘરમાં ઉપમહાખંડની ભાષા બોલે છે. SBS South Asian ના પ્રોગ્રામ મેનેજર મનપ્રીત કૌર સિંઘે જણાવ્યું હતું કે, "SBS સમકાલિન ઓસ્ટ્રેલિયાને સમૃદ્ધ બનાવતા પ્રથમ, બીજી અને ત્રીજી પેઢીના માઇગ્રન્ટ્સમાં રહેલી વિવિધતા દર્શાવવા માટેનું માધ્યમ છે.”
SBS South Asian ભાષાના કાર્યક્રમોનું સપ્તાહના દિવસોમાં સવારે 11:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી અને સપ્તાહના અંતે સાંજે 5:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવે છે, અને દિવસના કોઈપણ સમયે On Demand પર ઉપલબ્ધ હોય છે.
DAB, ડિજિટલ ટીવી (ચેનલ 305), યુટ્યુબ ચેનલ, તેમજ SBS Audio App અને વેબસાઇટ પર ટ્યુન ઇન કરો. લાઇવ રેડિયોનો સમય નીચે આપવામાં આવ્યો છે, જેમાં અન્ય સમયે તમારા મનપસંદ દક્ષિણ એશિયન સંગીતનું પ્રસારણ કરવામાં આવે છે:
ભાષા | દિવસ અને સમય |
બાંગ્લા | સોમવાર અને ગુરુવાર 3:00PM |
ગુજરાતી | બુધવાર અને શુક્રવાર 2:00PM |
હિન્દી | સોમવારથી રવિવાર 5:00PM |
મલયાલમ | ગુરુવાર અને શુક્રવાર 1:00PM |
નેપાળી | મંગળવાર અને ગુરુવાર 2:00PM |
પંજાબી | સોમવારથી શુક્રવાર 4:00PM |
સિંહાલા | સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર 11:00AM |
તમિલ | સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર 12:00PM |
ઉર્દુ | બુધવાર અને શુક્રવાર 3:00pm |
દરેક SBS South Asian ભાષાના કાર્યક્રમોનું પોતાનું ફેસબુક પેજ અને દ્વિભાષી વેબસાઇટ પણ ઉપલબ્ધ છે, જેમાં મોટા ભાગની એપમાં ઓડિયો સામગ્રી ઉપલબ્ધ હોય છે જ્યાં તમે પોડકાસ્ટ સાંભળી શકો છો.
આ સેવાઓ સમકાલીન ઓસ્ટ્રેલિયાની જરૂરિયાતોને પ્રતિબિંબિત કરે છે, જ્યાં પંજાબી અને હિન્દી ટોચની 10 બોલાતી ભાષાઓની યાદીમાં સામેલ છે અને નેપાળી સૌથી ઝડપથી વિકસતી ભાષા છે.
SBS Audio ના Acting Director પામેલા કૂકે જણાવ્યું હતું કે, "SBS દર પાંચ વર્ષે રાષ્ટ્રીય વસ્તી ગણતરીને અનુરૂપ ભાષાકિય સેવાઓની સમીક્ષા કરી તેના પરિણામોના આધારે સેવા ઉપલબ્ધ કરાવે છે. જેથી SBSની સામગ્રી વૈવિધ્યસભર અને સમકાલીન ઓસ્ટ્રેલિયાને પ્રતિબિંબિત કરી શકે.”
Related:
- SBS Spice is an exciting new English language service for Gen Y with a South Asian heritage who want to shape their own cultural narratives and be informed and entertained via social media
- Australia Explained offers new migrants the practical information they need to participate in everyday social and civic life, with content available in South Asian and other languages
- Common FAQs about SBS’s full content offering across more than 10 sub continental languages and English for South Asian audiences in Australia