SBS Gujarati ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયના લોકોને તેમની માતૃભાષામાં ઓસ્ટ્રેલિયાના જીવન, સંસ્કૃતિ, સાંપ્રત ઘટનાઓ તથા પ્રેરક પ્રસંગો વિશે માહિતી આપતી ભાષાકિય સેવા છે.
SBS Gujarati માટે સમાચાર, અહેવાલ તથા રેડિયો કાર્યક્રમ પ્રસ્તુત કરી શકે તેવા કેઝ્યુઅલ પ્રોડ્યુસરની ભરતી થઇ રહી છે.
SBS Gujarati માં કેઝ્યુઅલ પ્રોડ્યુસર તરીકેની જવાબદારી
SBS ની ગુજરાતી ભાષાની સેવામાં જોડાનારા કેઝ્યુઅલ પ્રોડ્યુસરને મેલ્બર્ન અથવા સિડની સ્ટુડિયોમાંથી સમાચાર, અહેવાલ તથા રેડિયો પર જીવંત કાર્યક્રમ પ્રસ્તુત કરવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
રેડિયો કાર્યક્રમ રજૂ કરવા માટેની તાલીમ આપવામાં આવશે.
ઉમેદવાર વિવિધ સાંપ્રત ઘટનાઓ પર સંશોધન કરી ઓનલાઇન માધ્યમ માટે અહેવાલ લખવાનું કે રેડિયો સ્ક્રીપ્ટ લખી શકે તે માટેનું જ્ઞાન હોય તે હિતાવહ છે.
આ ઉપરાંત, ઉમેદવારને સોશિયલ મીડિયા પર અહેવાલ, વીડિયો તથા અન્ય સામગ્રી પોસ્ટ કરવાની જવાબદારી સોંપાઇ શકે છે.
ઉમેદવારો, ઓનલાઇન - સોશિયલ મીડિયા માધ્યમ માટે આકર્ષક શીર્ષક લખી શકે તથા SEO નું જ્ઞાન ધરાવે તે હિતાવહ રહેશે.
પ્રાસંગિક પ્રસારણકર્તાએ ગુજરાતી સમુદાયને લગતી ઘટનાઓ પર રીપોર્ટીંગ કરવાનું રહેશે.
ઉમેદવાર પાસે ઓસ્ટ્રેલિયામાં કાર્ય કરવાના સંપૂર્ણ હક (Working Rights) હોય તથા તે મેલ્બર્ન કે સિડનીમાં રહેતા હોય તે જરૂરી છે.
આ ભરતી કેઝ્યુઅલ પ્રોડ્યુસરની ભૂમિકા માટે છે, અને સફળ ઉમેદવારે શિફ્ટ દરમિયાન સ્ટુડિયોમાં આવીને કાર્ય કરવાનું રહેશે.
SBS Gujarati માં કેઝ્યુઅલ પ્રોડ્યુસર તરીકે જોડાવાની લાયકાત
- ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં નિપુણતા
- સંશોધન, લખાણ, ભાષાંતર, સમાચાર તથા ઓડિયો સામગ્રીની ગુજરાતી ભાષામાં પ્રસ્તુતી
- સમાચાર, સાંપ્રત વિષયો તથા સામુદાયિક બાબતોમાં ઉંડો રસ તથા સંશોધન કરવાની ક્ષમતા
- ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામનું વ્યવસાયિક જ્ઞાન
ભરતીની પ્રક્રિયામાં ભાષાકિય જ્ઞાનની ચકાસણી કરવા માટે ટેસ્ટ લેવામાં આવશે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm





