એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરતી વખતે ધ્યાન રાખવાની અગત્યની બાબતો

Family moving into new home

Insurance premium and service providers can differ from state-to-state. Source: Getty Images

દર વર્ષે 40000 જેટલા ઓસ્ટ્રેલિયન્સ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરે છે, સ્થળાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતોની યાદી.


ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટીક્સના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા લોકો કરતાં વિદેશમાં જન્મ લેનારા લોકો વધુ સ્થળાંતર કરે છે. નવા દેશમાં સ્થાયી થવું એ લાંબી પ્રક્રિયા છે અને એક જ દેશના બીજા રાજ્યમાં સ્થાયી થવા દરમિયાન પણ એ પ્રકારની લાંબી પ્રક્રિયામાંથી જ પસાર થવું પડે છે.
Create a checklist
Source: Pixabay

સ્થળાંતર માટેનું એક ચેકલિસ્ટ બનાવો

જ્યારે તમે ઓસ્ટ્રેલિયાના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરી રહ્યા છો ત્યારે તમારે ઓસ્ટ્રેલિયન સરકારના વિવિધ વિભાગો, બેન્ક અને અન્ય સર્વિસમાં તમારા સરનામામાં થયેલા ફેરફારની માહિતી આપવી જરૂરી બને છે. મોટાભાગના સુધારા ઓનલાઇન થઇ શકે છે.

સૌથી મહત્વનું કાર્ય છે સરનામું બદલવું, જો ઘરનું સરનામું બદલાય તો મિત્રોને જાણ કરવા ઉપરાંત સેન્ટરલીન્કને પણ જાણ કરવી જરૂરી છે. જો તેઓ કોઇ અન્ય વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા હોય તો ઇમિગ્રેશન ડીપાર્ટમેન્ટને પણ તેમના નવા સરનામા વિશે જાણ કરવી જરૂરી છે. મેડીકેરમાં પણ સરનામામાં ફેરફાર કરવો જરૂરી છે. તેમ એઇએમએસ ઓસ્ટ્રેલિયાના સેટલમેન્ટ સર્વિસના પલ્બિક અફેર્સ મેનેજર લૌરિન નોવેલે જણાવ્યું હતું.

જૂના ઘરે નવા સરનામાની એક ચીઠ્ઠી મૂકી રાખવી જરૂરી છે, જેથી તમારી પોસ્ટ નવા સરનામા પર મોકલી શકાય.

ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય અભ્યાસક્રમ અસ્તિસ્વમાં

ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય અભ્યાસક્રમ અસ્તિત્વમાં છે. એટલે કે તમે કોઇ પણ રાજ્યમાં સ્થાયી થવા જાઓ, બાળકને સ્કૂલમાં એક જ અભ્યાસક્રમનો અભ્યાસ કરાવવામાં આવે છે. પરંતુ, સર્ટિફીકેટ્સ, વિષયો અને સ્કૂલના સત્ર અલગ અલગ હોવાથી તેની યોગ્ય તપાસ, સંશોધન કરવું હિતાવહ છે.
Moving house
new home Source: Getty Images

કારના રજીસ્ટ્રેશન અને ડ્રાઇવર લાયસન્સમાં સુધારો કરો

ઓસ્ટ્રેલિયાના દરેક રાજ્યમાં કારના રજીસ્ટ્રેશન અને વાહનોના લાયસન્સ માટેના અલગ અલગ નિયમો છે. જે માટે અલગ અલગ દસ્તાવેજો અને ફી લાગૂ પડે છે.

તમારે ડ્રાઇવર લાયસન્સ પણ બદલવું જરૂરી બને છે. જોકે, મોટાભાગના રાજ્યો જે-તે રાજ્યમાં સ્થળાંતર કરતા હોય ત્યાંનું લાયસન્સ કરાવવા માટે ત્રણ મહિનાનો સમય આપે છે. વિક્ટોરિયામાં ટ્રામનો ઉપયોગ કરાતો હોવાથી લોકો માટે એક અન્ય વિકલ્પ ઉપલબ્ધ થાય છે. જોકે, ઓસ્ટ્રેલિયાના મોટાભાગના રાજ્યોમાં ટિકીટથી લઇને પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેના અલગ અલગ નિયમો છે. જેનું ધ્યાન રાખવું જરૂરી છે, તેમ લૌરેને જણાવ્યું હતું.

મતદાર યાદીમાં પણ સરનામું બદલાવો

ઓસ્ટ્રેલિયામાં વોટિંગ ફરજીયાત છે. જેટલી પણ વખત તમે સ્થળાંતર કરો, એટલી વખત મતદાર યાદીમાં તમારું નામ સુધારવું જરૂરી છે. ઓસ્ટ્રેલિયન ઇલેક્ટોરલ કમિશનને તમારા સ્થળાંતર વિશે જાણ કરો અને મતદાર યાદીમાં તમારા નવા સરનામાની વિગતો યોગ્ય છે કે નહીં તે તપાસો.

જો, તમે મત આપવાનો અધિકાર ધરાવતા હોય અને મતદાર યાદીમાં નામ ન નોંધાવો તો તમને દંડ થઇ શકે છે.
Unloading boxes
Unloading boxes Source: Getty Images

આંતરરાજ્યમાં પ્રતિબંધિત હોય તેવી ચીજવસ્તુઓ ન લઇ જાઓ

ઓસ્ટ્રેલિયામાં કેટલાક કડક કાયદાઓ પ્રવર્તે છે. જેમ કે, આંતરરાજ્યમાં સ્થળાંતર કરતી વખતે રાજ્યમાં પ્રતિબંધિત હોય તેવી વસ્તુઓ ન લઇ જવી.

છોડ- ઝાડના પાન ઉપરાંત, પ્રાણીઓના પદાર્થો, ખેતીલાયક પદાર્થો, આ ઉપરાંત જેનું સંક્રમણ થઇ શકે તેવા પદાર્થો અન્ય રાજ્યોમાં લઇ જવા પ્રતિબંધિત છે. આ અંગેની વિસ્તારપૂર્વકની માહિતી જાણવા માટે ઓસ્ટ્રેલિયન ઇન્ટરસ્ટેટ ક્યુરેન્ટાઇન વેબસાઇટની મુલાકાત લો.

સ્થળાંતર થવા માટેનું બજેટ નક્કી કરો

પલ્લવી ઠક્કર ભારતથી ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવ્યા પરંતુ કારકિર્દીમાં વધુ સારી તક મળતા તાજેતરમાં જ તેઓ મેલ્બર્ન સ્થળાંતરિત થયા હતા. તેઓ જણાવે છે કે એક શહેરમાંથી બીજા શહેરમાં સ્થળાંતર કરતી વખતે એક ચોક્કસ બજેટ નક્કી કરવાથી કોઇ નાણાકિય મુશ્કેલી ઉભી થતી નથી.

જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરવું પડે છે ત્યારે એક બજેટ નક્કી કરવું જરૂરી છે. અમે જ્યારે સ્થળાંતર કર્યું ત્યારે લગભગ 10 હજાર ડોલરનો ખર્ચ કર્યો હતો.

આ ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે દરેક રાજ્યમાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને સર્વિસ પ્રોવાઇડર અલગ અલગ હોય છે.
Plan a moving budget
Social network life Source: Getty Images

કમ્યુનિટી ગ્રૂપની મદદ લઇ શકાય

પલ્લવી ઠક્કર જણાવે છે કે સોશિયલ મીડિયા પર પણ પોતપોતાના દેશની વિવિધ કમ્યુનિટી સપોર્ટ ગ્રૂપની મદદ લઇ શકાય છે. મેં મારી ચિંતા સોશિયલ મીડિયા પર કમ્યુનિટીના પેજ પર વ્યક્ત કરી હતી અને લોકોએ તેનો યોગ્ય પ્રત્યુત્તર પણ આપ્યો હતો.

કમ્યુનિટીના પેજ ઉપરાંત, લૌરેનના જણાવ્યા પ્રમાણે, સેટલમેન્ટ સર્વિસીસ પ્રોવાઇડર્સ અને માઇગ્રન્ટ રીસોર્સ સેન્ટર્સ પણ લોકોને મદદ કરી શકે છે. સરકારમાં ભાષાંતરની સુવિધા પણ મફતમાં ઉપલબ્ધ છે. જો લોકો માઇગ્રન્ટ રીસોર્સ સેન્ટર્સ અને વિક્ટોરિયામાં એએમઇએસનો સંપર્ક કરે તો સ્થળાંતરને લગતી બાબતો પર મદદ મળી શકે છે.

સ્થળાંતર કરતી વખતે ઓસ્ટ્રેલિયન સરકારના ચેકલિસ્ટ પર એક નજર કરી શકાય.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 


Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service