ફીફા વર્લ્ડ કપ 2018ના અંતિમ ગ્રૂપમાં જાપાન, કોલંબિયા, સેનેગલ તથા પોલેન્ડનો સમાવેશ થાય છે. આ ગ્રૂપમાં રહેલી તમામ ટીમો માટે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશવાની એક સરખી તક રહેલી છે ત્યારે SBS Gujarati નું એનાલિસીસ.
ગ્રૂપ: એચ
દેશ: જાપાન, પોલેન્ડ, કોલંબિયા, સેનેગલ
ગ્રૂપ એચની મેચનો કાર્યક્રમ
19મી જૂન કોલંબિયા વિ જાપાન
20મી જૂન પોલેન્ડ વિ સેનેગલ
25મી જૂન જાપાન વિ સેનેગલ
25મી જૂન પોલેન્ડ વિ કોલંબિયા
29મી જૂન સેનેગલ વિ કોલંબિયા
29મી જૂન જાપાન વિ પોલેન્ડ
ગ્રૂપ એચમાં રહેલી જાપાને પોતાના કોચને વર્લ્ડ કપ શરૂ થવાના બે મહિના પહેલા જ ટીમમાંથી બહારનો રસ્તો દેખાડ્યો હતો. દેશને સતત છઠ્ઠા વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરાવનારા કોચ વાહિદ હાલિલ્હોઝીકને ટીમના ખેલાડીઓ સાથે મતભેદ થયા હતા.
"ટીમના ખેલાડીઓને મહિના અગાઉ કોઇ મતભેદ નહોતા પરંતુ એક મહિના બાદ અચાનક જ તેમને મતભેદ દેખાવા લાગ્યા અને પ્રેસિડેન્ટે મને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડ્યો", તેમ કોચ હાલિલ્હોઝીકે જણાવ્યું હતું.

Yuto Nagatomo of Japan in action during a training session ahead of the international friendly match between Japan and Paraguay. Source: Masahiro Ura/Getty Images
હાલિલ્હોઝીકના સ્થાન પર આવેલા નવા કોચ અકિરા નિશીનો પાસે ટીમને વર્લ્ડ કપ માટે તૈયાર કરવા ઓછો સમય મળ્યો છે પરંતુ જાપાનની ટીમના ભૂતપૂર્વ ટેક્નિકલ ડિરેક્ટર ટીમને વર્લ્ડ કપમાં આગળ લઇ જવા કટિબદ્ધ છે. નિશીનોના જણાવ્યા પ્રમાણે,
"મેં ક્યા ખેલાડીઓ મેચમાં રમશે તેની રણનિતી બનાવી લીધી છે. વર્તમાન પરિસ્થિતિમાં મારે ટીમ અંગે વિચારવું જોઇએ મને વર્લ્ડ કપમાં ટીમની તકનો ખ્યાલ છે."
જાપાનની ટીમનું મુખ્ય પાસું તેનું મજબૂત ડિફેન્સ છે. ટીમે પોતાની છેલ્લી 10 મેચમાં સાત જ ગોલ સહન કર્યા છે. તે વર્લ્ડ કપમાં કોઇ પણ ટીમને ગોલ કરતા રોકી શકે તેમ છે.
પોલેન્ડ પાસે નોકઆઉટ રાઉન્ડની સોનેરી તક
રોબર્ટ લેવાન્ડોવસ્કી સહિતના સ્ટાર ખેલાડી ધરાવતા પોલેન્ડ પાસે નોકઆઉટ રાઉન્ડની ઉમદા તક રહેલી છે. બાયર્ન મ્યુનિચના સ્ટાર સ્ટ્રાઇકરને ટીમની તૈયારી પ્રત્યે સંતોષ છે. તેના જણાવ્યા પ્રમાણે,
"ટૂર્નામેન્ટમાં અમારે ઘણી લાંબી સફર કરવાની છે પરંતુ અત્યારે અમારો લક્ષ્યાંક ગ્રૂપ સ્ટેજમાંથી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાનો છે. ટીમ પ્રથમ મેચ માટે તૈયાર છે"

Polish national soccer team players perform during their team's training session in Arlamow, Poland. Source: AAP Images/EPA/Darek Delmanowicz
સેનેગલ 16 વર્ષ બાદ વર્લ્ડ કપમાં
સેનેગલે છેલ્લે 2002માં વર્લ્ડ કપ રમ્યો હતો અને તેણે ત્યારે ભૂતપૂર્વ ચેમ્પિયન ફ્રાન્સને હરાવ્યું હતું. આ ઉપરાંત તે ક્વાર્ટર ફાઇનલ સુધી પણ પહોંચ્યું હતું.
કોચ અલિયુ સિસ્સેને ટીમ રશિયામાં સફળતા મેળવશે તેવી આશા છે, તેમના જણાવ્યા પ્રમાણે,

Senegal's national football team head coach Aliou Cisse (C) talks to players during a training session. Source: ISSOUF SANOGO/AFP/Getty Images
"મને ખબર છે વર્તમાન ટીમની 2002 ટીમ સાથે તુલના કરવામાં આવી રહી છે પરંતુ અમે સારી રમતનું પ્રદર્શન કરવા તૈયાર છીએ. ફૂટબોલ એ એક એવી રમત છે કે જેમાં ક્યારેય ભવિષ્યવાણી ન કરી શકાય. અમે રશિયા એક પ્રવાસી તરીકે નથી આવ્યા, અમારા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ છે અને તેઓ મેદાનમાં સારું પ્રદર્શન કરશે."
ટીમનો મુખ્ય ખેલાડી સાદિયો માને છે. તેણે લીવરપુલને ચેમ્પિયન્સ લીગની ફાઇનલ સુધી પહોંચાડ્યું હતુ અને વર્લ્ડ કપમાં પણ તેની પાસેથી આ પ્રકારના પ્રદર્શનની આશા રખાઇ રહી છે.
કોલંબિયા 2014 જેવું પ્રદર્શન કરવા આતુર
કોલંબિયાએ 2014ના વર્લ્ડ કપમાં તમામને ચોંકાવીને વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
રશિયા ખાતેના વર્લ્ડ કપમાં પણ તેની પાસેથી આ પ્રકારના પ્રદર્શનની આશા રખાઇ રહી છે. ટીમ પાસે જેમ્સ રોડ્રીગુસ જેવો મજબૂત ખેલાડી છે. જે એકલા હાથે મેચનું પાસું બદલી શકે તેમ છે.

Goalkeeper David Ospina in the training of the Colombia team during a training session as part of the preparatiion to the FIFA World Cup Russia 2018. Source: Daniel Garzon Herazo/NurPhoto via Getty Images
સાઉથ અમેરિકન દેશ કોલંબિયા ગ્રૂપ સ્ટેજમાંથી નોકઆઉટમાં પ્રવેશવાનું પ્રબળ દાવેદાર છે.